________________
૮૩
નથી, જ્ઞાન, સુખ-દુ:ખ એ બધા અરૂપી છે તો તેનો રહેવાનો આધાર પણ અરૂપી જ હોય ને ! જો જ્ઞાન એ ઈન્દ્રિયોનો ધર્મ હોય તો આજે નેત્રયજ્ઞો ચાલે છે તેમાં એકની આંખ બીજાને લગાડવામાં આવે છે તો જે વ્યકિતએ આંખ દ્વારા લાખો ચીજ જોઈ છે એ આંખ બીજાને લગાડવામાં આવે તો એ વ્યક્તિને પેલી વ્યક્તિએ જોયેલી વસ્તુનું સ્મરણ થાય છે ખરું ? ના, કારણ કે જ્ઞાન આંખમાં નથી રહેતું પણ આત્મામાં જ રહે છે. પોતાના શરીરમાં પ્રત્યક્ષ રીતે આત્મા છે એમ જણાય છે અને બીજાના શરીરમાં અનુમાન દ્વારા જાણી શકાય છે. આ રીતે ભગવાને સરળતાથી આત્માનું અસ્તિત્વ છે તે સમજાવ્યું. કોઈ માણસને શંકા થઈ કે આત્મા છે કે નહીં. તે જાણવા તેણે મરણ શય્યાએ પડેલા એક વૃદ્ધ પુરુષને કાચની પેટીમાં પૂરી દીધો. થોડા સમયમાં તે વૃદ્ધ મૃત્યુ પામ્યો. આત્મા ચાલ્યો ગયો, પણ પેટીને કયાંય તિરાડ ન પડી, તો આત્મા નામનો પદાર્થ છે, તો તે ગયો કેવી રીતે ? તેણે નક્કી કર્યું કે આત્મા છે જ નહીં. તેના સંશયને દૂર કરવા કહે છે કે એક દીવાને કાચની પેટીમાં રાખો. દીવાનો પ્રકાશ બહાર આવે છે કે નથી આવતો ? આવે જ છે. પેટીને તો કયાંય તિરાડ કે છિદ્ર નથી, તો પ્રકાશ આવ્યો કેવી રીતે ? પ્રકાશ ને બહાર આવવા માટે કાચ અવરોધક બનતો નથી તેમ આત્મા એ અરૂપી છે તેને રૂપી પદાર્થો કોઈ આડે આવતા નથી. ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી ને આત્માનું સ્પષ્ટ દર્શન થતાં ભગવાનના ચરણે આત્મસમર્પણ કર્યું. જીંદગી સુધી સમર્પણ ભાવે રહ્યા. આ રીતે દરેક બ્રાહ્મણો આવે છે અને ભગવાન તેમના શંસયો દૂર કરે છે અને એ રીતે ૧૧ ગણધરો ભગવાનના ચરણે માથું મૂકે છે. ત્યારપછી ગૌતમસ્વામીએ ૩પન્ને ર્ વા, વિમ્ભર્ ર્ વા, વે રૂ વા, એટલે કે દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે પૂર્વના પર્યાય રૂપે નષ્ટ થાય છે અને મૂળદ્રવ્ય રૂપે નિત્ય રહે છે આ પ્રમાણે ભગવાનના મુખથી ત્રિપદી સાંભળીને દ્વાદશાંગીની રચના કરી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org