Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 108
________________ તે કરવા માટે એક મુનિએ કહ્યું કે જાઓ પેલે દૂર અમારા ગુરૂમહારાજ છે || તે દીક્ષા આપશે. ટીખળી ટોળું પહોંચ્યું ગુરૂ મહારાજ પાસે. ત્યાં જઈને પણ તોફાન મસ્તી કરતાં-કરતાં વારંવાર આચાર્ય મહારાજને કહેવા લાગ્યા.. કે આને દીક્ષા આપો. આને દીક્ષા આપો... આચાર્ય મહારાજ કંટાળ્યા. ગુસ્સામાં આવી ગયા. એકદમ પેલા શ્રેષ્ઠિપુત્રનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો અને પૂછ્યું કે તારે દીક્ષા લેવી છે ને ! પેલો તો મજાકમાં હા-હા કરવા લાગ્યો. આચાર્ય મહારાજ તરત જ પાસે કુંડીમાં પડેલી રાખથી ફટોફટ લોન્ચ કરવા લાગ્યા. બીજા મિત્રો તો બૂમાબૂમ કરવા લાગ્યા. પણ આ શ્રેષ્ઠિપુત્રમાં લજ્જા નામનો ગુણ હતો. તેથી તે તો ચૂપચાપ બેસી રહ્યો. તેણે વિચાર્યું કે સજ્જનપુરૂષના આળસમાં પણ બોલાયેલા અક્ષરો પથ્થર પર ટાંકણાથી કોતરાયેલા શિલાલેખની જેમ અન્યથા થતા નથી. એમ સમજીને તેણે કહ્યું કે ભગવન્! એ લોકોનું હવે ન સાંભળશો. મને આપનું વચન પ્રમાણ છે. આચાર્ય ભગવંતે જોયું કે છોકરો લજ્જાળુ તેમજ સજ્જન છે તેથી દીક્ષા આપવામાં વાંધો નથી. મુંડન કર્યા પછી તરત જ વેશ આપ્યો. એવામાં સાંજ પડી ગઈ. ટીખળી મિત્રોનું ટોળું તો પહોંચ્યું નગરમાં. આ બાજુ આ નવદીક્ષિત શ્રેષ્ઠિપુત્રે વિચાર્યું કે આ લોકો જો નગરમાં જઈને મારા સગાસંબંધીઓને કહેશે તો હમણાં જ તે બધા દોડતા આવશે. અને આ વેશ છોડાવીને રહેશે. માટે તેણે આચાર્યભગવંતને વંદન કરીને વિનંતી કરી કે ગુરૂદેવ ! આપે મને દરિદ્રમાંથી ચક્રવર્તિ બનાવ્યો. કારણ કે ગૃહસ્થીપણું એ ભિખારીપણું છે. તે વિષયોની ભીખ માંગે છે જ્યારે સંયમીપણું એ ચક્રવર્તિપણું છે તે મોક્ષસુખનો ભોક્તા બને છે. આપ મારા પરમ ઉપકારી છો. હમણાં નગરમાંથી મારા સ્વજનોનું ટોળું આવશે. મને તેમજ આપને પણ ખલેલ કરશે. તેથી મારી એક વિનંતી માનો... છે. આપણે અત્યારે જ વિહાર કરીને ક્યાંક ચાલ્યા જઈએ. ગુરૂજી કહે કે મને 6 K આંખે બરાબર દેખાતું નથી. છતાં તું રસ્તો જોઈ આવ. વિનીત શિષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118