Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 115
________________ ૧ ૦૪ છે કતલખાનું છે, રસોડું એ કતલખાનું છે, સંડાસ-બાથરૂમ કતલખાનું છે.. , ઘર આખું જ કતલખાનામાં જ ફેરવાઈ ગયું છે. પાણીનો વ્યય એટલો બધો થઈ રહ્યો છે કે હવે તો પૃથ્વીના પેટાળમાંથી પાણી ખૂટવા માંડ્યું છે. રોજની સેંકડો બાલ્ટી પાણી સંડાસ-બાથરૂમમાં ઢોળાઈ રહી છે. છે કોઈ ઉપયોગ ! પાણીને ઘીની જેમ વાપરવાનું વિધાન આવે છે. અરે! તેમજ જૈનોના ઘરો અને બંગલાઓમાં બનાવટી પાણીના ફુવારાઓ મુકવા, ઘાસની લૉન વાવવી, પખવાડીયે પખવાડીયે લૉનોને કપાવવી વિગેરેમાં તેમાં રહેલા બિચારા ત્રસ જીવોનો કચ્ચરઘાણ નિકળી જાય તેવું બધું માત્ર શોભા ખાતર અને તદ્દન બિનજરૂરી કરવામાં આવે છે. આ બધી હિંસામય અને પાપમય પ્રવૃત્તિઓ હોવાથી તત્કાળ બંધ કરવા જેવી છે. પંદર કર્માદાનના ધંધાઓ કરવા તે બધા હિંસાના કારખાનાઓ છે. આ બધું સાચા જૈનોને શોભતું નથી. ધર્મરુચિ અણગાર : વસંતપુર નગરમાં જિતશત્રુ નામના રાજા હતા. તેને ધારણી નામની રાણી હતી. તથા ધર્મરૂચિ નામે પુત્ર હતો. પુત્ર યુવાન વયનો થતાં રાજાએ રાણીને કહ્યું કે આપણા વંશમાં દરેક રાજાઓ પુત્રને રાજ્ય સોંપીને વનવાસ સ્વીકારે છે વાનપ્રસ્થ તાપસ બને છે તેથી હવે હું પણ પુત્રને રાજ્ય સોંપીને વનવાસ સ્વીકારવા માંગુ છું. તમારો દિકરો ઘર સંભાળી શકે તેવો થાય એટલે તમે દીક્ષા લેવાનો વિચાર કરો ખરા ? ના, તમને તો દીકરાના એ દીકરાનો મોહ ખેંચતો જાય... તિરસ્કાર સહન કરે પણ માનભેરનું સાધુજીવન સ્વીકારવાની ઈચ્છા ન થાય. રાણી પણ વનમાં સાથે જવા તૈયાર થાય છે. પુત્રને બોલાવીને વાત કરે છે. પુત્ર પણ નામ તેવા ગુણવાળો. માતા-પિતાને કહે છે કે આપ આ રાજ્યનો ત્યાગ શા માટે તો કરો છો ? માતા કહે છે કે બેટા ! મરતાં સુધી જો રાજ્યવૈભવ છોડવામાં જ A ન આવે તો રાજ્યને અંતે નરક લખાયેલી છે. રાજ્ય ચલાવવામાં અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118