Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 116
________________ ૧૦૫ ટકાવવામાં ઘણું પાપ બાંધવું પડે છે. તે બધા પાપનો નાશ કરવા રાજ્ય છોડી તાપસ બની ફળફળાદિ ખાઈ ગુજરાન ચલાવવાથી તે પાપારંભ અટકી જાય છે અને પ્રભુનું ધ્યાન ધરવાથી તેમના જેવા થવાય છે. તારા પિતાનું નામ જિતશત્રુ છે. તેમણે બધા શત્રુઓ ઉપર જીત મેળવી આ રાજ્યનો વિસ્તાર વધાર્યો છે. પણ અંતરમાં રહેલા છ શત્રુ ઉપર વિજય મેળવવાનો બાકી છે તે છ શત્રુઓ ક્રોધ, માન, માયા, લોભ, મોહને મમતા છે તેને જીતવા માટે રાજ્ય છોડવું જરૂરી છે. રાજકુમારે કહ્યું કે, રાજ્ય જો દુર્ગતિમાં જ લઈ જનારું હોય તો મને શા સારું સોપો છો? હું પણ આપની સાથે જ આવીશ. તમે ક્યારેય તમારા દિકરાને હિતની વાત સમજાવો ખરા ! અરે ! દિકરો તૈયાર થતો હોય ને તો પણ તેને આડું-અવળું સમજાવીને ધર્મથી વિમુખ બનાવી દો. સાધુના સંસર્ગમાં રહેવા જ ન દો. જે માતા-પિતા સંતાનના સાચા હિતસ્વી છે તેઓ પોતાના સંતાનોને સંસારમાં જોડતાં પહેલાં સંસારની ભયાનકતાને સમજાવે. કૃષ્ણ મહારાજા પોતાની પુત્રીઓને સંસારમાં જોડતાં પહેલાં પૂછતાં કે તમારે રાણી બનવું છે કે દાસી બનવું છે? રાણી બનવું હોય તો જાઓ ભગવાન નેમનાથ પાસે. અને જો દાસી બનવું હોય તો સંસારના ઢસરડા ખેંચવા તૈયાર થાઓ. મા-બાપ પોતાના સંતાનની આ ભવની તો ચિંતા કરે જ, સાથે ભવોભવની પણ ચિંતા કરે. રાજકુમારે માતા-પિતા સાથે જ સંસાર ત્યાગની હઠ લીધી... માતા-પિતાએ પણ યોગ્ય જાણી પુત્ર સાથે જ સંસારનો ત્યાગ કરી વાનપ્રસ્થ સ્વીકાર્યો. કોઈ કુટુંબીને રાજ્ય સોંપી દીધું. વનમાં ઝુંપડી બાંધી રહેવા લાગ્યા. જુદી-જુદી આતાપના લેતા. કંદમૂળ તથા ફળાહારથી જીવન નિર્વાહ કરવા લાગ્યા. નજીકમાં તાપસાશ્રમમાં બીજા પણ ઘણા તાપસો રહેતા હતા. કોઈ પર્વ આવે એટલે તેના આગળના દિવસે અનાકુટ્ટી છે (અણોજા) ની જાહેરાત કરવામાં આવતી. અર્થાત્ પર્વના દિવસે કોઈ બહાર 6 – દર્ભ, સમિધ, કંદ, મૂળ ફલ લેવા જતું નહીં. આગલે દિવસે બધું લાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118