Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji
View full book text
________________
૧૦૨
तलसी हाय गरीबकी कबहं न खाली जाय। मए . ढोरके चामसे लोहा भी भस्म हो जाय ।
એકબાજુ લોકોને નિર્દય રીતે લૂંટતો હોય અને બીજી બાજુ ધર્મમાં લાખો રૂપિયા ખર્ચતો હોય તો લોકોમાં તે નિંદાપાત્ર બને છે. ભંડારમાં હજાર રૂપિયા ચડાવી દેશે પણ કોઈ દેણદાર બિચારો પીસાતો હશે તો એનો એક રૂપિયો ય માફ નહીં કરે. ત્યારે કહેવાનું મન થઈ જાય કે ભાઈ ! ભગવાનને તારા રૂપિયાની જરૂર નથી, પણ તારી માણસ પ્રત્યેની હમદર્દીની જરૂર છે. આજે માણસમાંથી માનવતા મરી પરવારી છે. પૈસા માટે તો ભાઈ કે બેન કોઈનીય સામે જોવાતું નથી... નિર્લજ્જતા આવી જાય છે. માણસની પાસે ઘણી સંપત્તિ હોય પણ જો પોતાના જ કુટુંબમાં કોઈ દુઃખી હોય તેના ઉપયોગમાં ન આવે તો શું કરવાની ? કહેવાય છે ને કે -
बड़े भये तो क्या भये, जैसी लंबी खजूर, पंथी को छाया नहीं, और फल लागत अतिदूर ।
માણસની પાસે ઘણી સંપત્તિ હોય પણ ઉપરની કહેવત પ્રમાણે જો એ કોઈને ઉપયોગી ન બને તો શું કામનું? સંપત્તિ જે વરદાન રૂપ થવી જોઈએ તેના બદલે શ્રાપ રૂપ બની જાય છે. તમારી સંપત્તિ શેમાંથી આવે છે તેનો તમે જરાયે વિચાર કર્યો છે? લાખો કરોડો પશુઓને મારી નાખીને એના માંસ નિકાસના બદલામાં ડોલરો મળે છે એના બદલામાં બધી મોટી-મોટી મશીનરીઓ મળે છે અને એ મશીનરીઓના ઉત્પાદનમાંથી પ્રાપ્ત થયેલી સંપત્તિ તમારા ઘરમાં આવે છે. મૂળમાં જરા ઉંડા ઉતરો તો ખરા..! અસંખ્ય જીવોની હાય પર તમારી સંપત્તિ ઉભી થયેલી છે. આ વિચિત્ર સરકારે માણસને પાયમાલ કરી નાખ્યો છે. નિઃસાસાના પાયા પર ચણાયેલી તમારી તે વૈભવની ઈમારત કેમ ટકશે ? આપણે બાવીશ અભક્ષ અને બત્રીસ હ હું અનંતકાયની બાધા લઈએ છીએ, એ સારું છે. પણ આ અસંખ્ય જીવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118