Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 112
________________ ૧૦૧ ગતિમાં બધાને સરખી મળી છે. દેવો સમયને ભોગ-સુખોમાં વેડફી રહ્યા છે છે. નારકો સમયને આર્તધ્યાનમાં સતત દુઃખમાં વેડફી રહ્યા છે... તિર્યંચો બિચારા અનેક કષ્ટોને સહન કરવામાં પોતાનો સમય વેડફી રહ્યા છે. માનવોને મળેલી સમય રૂપી મૂડી સન્માર્ગે કે અપમાર્ગે વપરાઈ રહી છે.. આ અલ્પ મૂડીથી કેવો વહેપાર કરવો અને કેવો નફો મેળવવો તે માનવ જ સમજી શકે છે. માનવ સિવાય કોઈ પણ જીવની પાસે આવી સમજણ શક્તિ નથી. માટે તો મહાપુરૂષો કહે છે કે “ખણે જાણાતિ પંડિયા'. હે, પંડિત પુરૂષ ! તું ક્ષણને ઓળખી લે.. આ તારી અમૂલ્ય ક્ષણો પાણીના રેલાની જેમ વહી રહી છે. તું તારા આત્માનું હિત સાધી લે. ધર્મને આરાધી લે... જેઓએ ક્ષણને ઓળખી લીધી તેઓ તરી ગયા. અને જેઓ ન ઓળખી શક્યા તેઓ આ સંસારના ચક્રમાં ઘૂમી રહ્યા છે. આસુરી સંપત્તિ કે દેવી ? ભગવાન મહાવીરે ધર્મની પ્રરૂપણા કરી તેમાં મુખ્ય દયાને સ્થાન આપ્યું. દયા વિનાનો ધર્મ એ પ્રાણ વિનાના દેહ જેવો છે. ધર્મનો અધિકારી માણસ દયાળુ હોવો જોઈએ. આજે માણસના જીવનમાં આસુરી સંપત્તિએ પ્રવેશ કર્યો છે. જે સંપત્તિ અન્યાયથી અનીતિથી આવે છે તે સંપત્તિ આસુરી છે અને ન્યાયથી મળેલી સંપત્તિ દેવી છે. આસુરી સંપત્તિ અશાંતિ, વ્યાધિ અને ક્લેશોને લાવે છે જ્યારે દેવી સંપત્તિ શાંતિ, આનંદ અને સંપ વગેરેને આપે છે. આજે દરેક ઘરોમાં અશાંતિનો દાવાનળ ફાટ્યો છે. શેરબજારમાં માણસો વિના મહેનતે લાખો રૂપિયા કમાય છે. તે આસુરી સંપત્તિનો જ પ્રકાર છે. જ્યારે બજાર સાવ બેસી જાય છે ત્યારે મધ્યમવર્ગીય લોકોના હૃદય બેસવા માંડે છે. આજે શેર (સિંહ) બકરી થઈ ગયો છે. લાખો લોકો પોક મૂકીને રડી રહ્યા છે. તેમના નિઃસાસામાંથી મળેલી સંપત્તિથી છે. શેરબજારના રાજાઓ મોજમજા ઉડાવી રહ્યા છે. પેલી કહેવત છે ને કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118