Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 111
________________ ૧૦૦ છે તેમ આ બધા તમે કાળા-ધોળાં કરીને ભેગા કરેલા પદાર્થો તમને એક દિવસ રજા આપવાના જ છે તો તે રજા આપે તે પહેલાં તમેજ તેને છોડી દો તો ? નાના છોકરાના હાથમાં કોલસો હોય અને એ કોલસાને તેના હાથમાંથી ફેંકાવી દેવો હોય તો પહેલાં તેને ચોકલેટ આપવી પડે. ચોકલેટ આપો કે તરત જ તે કોલસો છોડી દે છે. જો આટલું આ અણસમજું નાનું બાળક પણ સમજી શકતું હોય કે સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ છોડી દેવાની. તો તમે જો આ તુચ્છ પદાર્થો છોડો તો સામે તમને પરમકૃપાળુ પરમાત્મા મળે છે. પણ આપણને પરમાત્માની ઉચ્ચતાનો ખ્યાલ નથી અથવા તો આપણે એ અણસમજુ બાળક કરતાં યે હલકા છીએ... ખણે જાણહિ પંડિયા’ : આકાશમાં કોઈ વાદળી આવે અને માણસ એમ વિચારે કે હાશ...! કેવો સરસ છાંયડો છે. લાવ હવે પથારી કરીને સૂઈ જાઉં. પણ એ વાદળી કેટલી વાર રહેવાની ! એ ચાલી જશે પછી હતું તેવું ને તેવું અજવાળુંતાપ. તેમ જીવનમાં પુણ્યની કોઈ વાદળી આવી છે બધી રીતે સુખી છે પણ ક્યારે એ વાદળી ખસી જશે તેનો શું ભરોસો? માટે તો એક કવિએ કહેલું છે કે – સુત વનિતા ધન યૌવન માતો ગર્ભતણી વેદના વિસરી, સુપનકો રાજ સાચ કરી માયત રાચત છાંહ ગગન બદરી... જેની પાસે પુત્ર છે, ધન છે, યૌવન છે અને સ્ત્રી છે એ મદોન્મત્ત આખલાની જેમ ચારે પગે કૂદી રહ્યો છે... સ્વપ્રમાં કરેલી રાજાશાહી આંખ ઉઘડતાં જ પૂરી થાય છે. સ્વમ બે પ્રકારના છે.- એક આંખ મીંચાય છે એટલે શરૂ થાય છે અને આંખ ઉઘડતાં પુરું થાય છે જે આપણે રોજ રાત્રે જોઈએ જ છીએ.... જ્યારે બીજું સ્વપ્ર આંખ ઉઘડે ત્યારે શરૂ થાય છે અને આંખ મીંચાતા પુરું થાય છે. જે છે આપણું જીવન... મહાપુરૂષો 6 K કહે છે કે આ પાંચ-પચ્ચીસ વર્ષ ઘણા મહત્ત્વના છે. સમય રૂપી મૂડી ચારે રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118