Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 109
________________ ૯૮ તે ઉઠ્યો. તરત જ થોડે દૂર સુધી રસ્તો જોઈ આવ્યો. ગુરૂ-શિષ્ય બન્ને ચાલવા , માંડ્યા.. અંધારું જામવા માંડ્યું. અજાણ્યો રસ્તો છે વળી ગુરૂમહારાજને આંખે દેખાતું નથી તેથી ડગલે ને પગલે ઠોકરો વાગવા માંડી. સંવલનક્રોધ ઉછળ્યો... આવો માર્ગ તે જોયો ? એમ બોલતા પાસે રહેલો ડાંડો શિષ્યના તાજા જ કરેલા લોચવાળા માથા પર ઠોક્યો. આમ વારંવાર ઠોકરો વાગવાથી ક્રોધ ભભૂકી ઉઠે છે અને શિષ્યને માથા પર ડાંડાના પ્રહાર પડે છે. માથામાંથી લોહીની ધારા વહે છે છતાં આ વિનયીશિષ્ય મનમાં વિચારે છે કે અરેરે ! આ મહાત્મા ને મેં કેવા સંકટમાં નાખ્યા? એ તો એમના સ્વાધ્યાયમાં મગ્ન હતા. મેં જ એમને આવી મુશ્કેલીમાં મૂક્યા ... શું કરું? ત્યાં વિચાર ફૂર્યો. ગુરૂ મહારાજને કહે કે ગુરૂદેવ ! આપ મારા ખભા પર બેસી જાઓ, જેથી આપને મુશ્કેલી ન પડે. ખભા પર ઉંચકીને ચાલે છે. છતાં અંધારું હોવાને લીધે રસ્તામાં ખાડા-ટેકરા આવે એટલે શિષ્ય પણ પોતાની જાતને મહા મુશ્કેલીઓ પડતી બચાવે છે. ખભા પર બેઠાં બેઠાં પણ ગુરૂમહારાજને શ્રમ પહોંચતો હોવાથી ગુસ્સે થાય છે. લજ્જાળુ-વિનયી શિષ્ય મનમાં વિચારે છે કે પ્રભાત થશે એટલે મારા ગુરૂમહારાજની હું એવી સરસ સેવા કરીશ કે તેમનો બધો થાક ઉતરી જશે.. આવી સુંદર વિચારધારામાં ચડે છે. અને આપણે હોઈએ તો... કોઈએ એક કડવો શબ્દ કહ્યો હોય તો આપણે સામે ચાર શબ્દો કહીએ. શબ્દનો પ્રહાર પણ આપણાથી સહન થઈ શકતો નથી ! કેવો ગુણિયલ એ શિષ્ય ! ગુરૂને મુશ્કેલીમાં મુક્યા એ પશ્ચાત્તાપનો અગ્નિ એવો જોરદાર ભભૂક્યો કે એમાં બધાં જે કર્મોરૂપી ઈશ્વન બળીને સ્વાહા થઈ ગયા. અને નિર્મળ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. હવે જ્ઞાનના પ્રકાશમાં રસ્તો બરાબર દેખાવા લાગ્યો. તેથી શિષ્ય જરાય સ્કૂલના પામ્યા વિના સડસડાટ ચાલે છે. ગુરૂજીને તો થયું કે હવે કેમ ઠોકરો નથી આવતી? શાંત થયેલા એવા તેમણે પૂછ્યું હતું ત્ કે આર્ય ! હવે કેમ બરાબર ચાલે છે? ઠોકરો કેમ નથી વાગતી ? તેણે કરે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118