Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 93
________________ ૮૨ શબ્દને પ્રત્યક્ષ કરવો હોય તો કાન કામમાં લાગશે. રૂપને પ્રત્યક્ષ કરવું હોય તો આંખ કામમાં લાગશે. ગંધને પ્રત્યક્ષ કરવો હોય તો નાક કામમાં લાગશે. રસને પ્રત્યક્ષ કરવો હોય તો જીભ કામમાં લાગશે. ઠંડુ કે ગરમ. સુંવાળુ કે ખરબચડું એ જાણવું હોય તો સ્પર્શેન્દ્રિય કામે લાગશે. આ પાંચ ઈન્દ્રિયોને બાહ્યકરણ કહેવાય છે. અને છઠ્ઠી ઈન્દ્રિય મનને અંતઃકરણ કહેવાય છે આત્મા આ અંતઃકરણથી જાણી શકાય છે, હું સુખી છું કે દુઃખી છું તેનો નિર્ણય કોણ કરે છે ? મન કરે છે. આત્મા મન દ્વારા પ્રત્યક્ષ થાય છે. ‘હું છું’ આમાં હું બોલે છે કોણ ? તો કે આત્મા. જ્યારે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય ત્યારે કોઈ બોલે છે ખરો કે ‘હું છું.’ તણખો અડતાં ચીસ પાડનાર માણસને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે છે ત્યારે કંઈ બોલે છે ? ના... કારણ કે આત્મા એમાંથી ચાલ્યો ગયો છે. દરેક વસ્તુ પોતાના ગુણધર્મ દ્વારા પ્રત્યક્ષ થાય છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે એના દ્વારા એ પ્રત્યક્ષ થાય છે. આત્માના સુખ-દુઃખ જ્ઞાન આ બધા પણ ગુણો છે. આપણે બધા પ્રયત્ન કરીએ છીએ તે પુદ્ગલની સંપત્તિ મેળવવા માટે, પણ આત્માના જે જ્ઞાન વગેરે સદ્ગુણો છે તેને મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આપણો આત્મા પુદ્ગલ સાથે એટલો બધો એક-મેક બની ગયો છે કે આપણને પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં ખૂબ આનંદ મળે છે. જડ અને ચેતન બે પદાર્થો છે પણ તેમાં આજે ચારે બાજુ જડની વાહ-વાહ છે. ચેતન એ જડમાં ભળી ગયું છે. ઈન્દ્રિયો દ્વારા જે અનુભવાય તે પ્રત્યક્ષ. સાકરમાં રહેલી મીઠાશ આંખે દેખાતી નથી પણ અનુભવાય છે. બધી ઈન્દ્રિયો ઉપર પ્રભુત્વ મનનું છે. આત્મા મન સાથે, મન ઇન્દ્રિયો સાથે અને ઇન્દ્રિયો પદાર્થ સાથે જોડાય ત્યારે જ બહારના પદાર્થનું જ્ઞાન થાય છે. પણ જો અંદરના પદાર્થને જાણવો હોય તો આત્મા સાથે ફકત મન જ જોડાય છે. આત્મા એના સુખ દુ:ખ રૂપી ગુણ દ્વારા પ્રત્યક્ષ થાય છે. સુખ-દુઃખનો આધારભૂત પદર્થ તે આત્મા. સુખ-દુઃખ એ શરીરનો ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118