Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 100
________________ પર બની ગઈ છે... પણ કોઈ પુન્યકર્મ કરેલું હશે તેથી તેને સાધ્વીજીનો સાથ મળ્યો.-મહત્તરા સાધ્વીજીએ તેને આશ્વાસન આપ્યું. રાણીએ તેમની પાસે દીક્ષાની માંગણી કરી. સાધ્વીજીએ તેને યોગ્ય જાણીને દીક્ષા આપી. ખૂબ સુંદર આરાધના કરે છે. - હવે બન્યું એવું કે રાણીએ દીક્ષા લીધી ત્યારે તેના ઉદરમાં જરાક ગર્ભ હતો. દિવસે દિવસે તે ગર્ભ તો વધવા લાગ્યો. દીક્ષા નહીં આપે એ બીકથી રાણીએ આ વાત છૂપાવી રાખેલી. હવે રાણીએ સત્ય હકીકત કહી. સાધ્વીજી વિચક્ષણ અને ગંભીર હતા. તેમણે એક શય્યાતર શ્રાવિકાને આ વાત જણાવી. શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સાધ્વીઓના મા-બાપ છે. મા-બાપ જેમ પોતાના પુત્રને વહાલ પણ કરે અને ભૂલ હોય તો ઠપકો પણ આપે. તેમ શ્રાવક-શ્રાવિકાઓ પણ સાધુ-સાધ્વીની ગોચરી-પાણી વગેરેથી ભક્તિ પણ કરે અને જરાક આડા-અવળા ચાલતા હોય તો ઠપકો પણ આપી શકે. આ શ્રાવિકાએ મા-બાપની જેમ તેની તમામ જવાબદારી ઉપાડી લીધી. તેણે ભોંયરામાં રાખવામાં આવી. જેથી શાસનની અવહેલના ન થાય. સમય વીતતો ચાલ્યો. રાણી સાધ્વીએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર ખૂબ તેજસ્વી છે. મૂળ તો રાજબીજ છે ને? શય્યાતર શ્રાવિકા તે પુત્રનો ઉછેર કરવા લાગી. રાણી તો પુત્રને જન્મ આપીને પાછા સાધ્વી ગણમાં આવી ગયા. બાળ સંસ્કાર માટે શું કરશો? પુત્રનું ખુદ્ગ કુમાર એવું નામ રાખવામાં આવ્યું. તે આઠ વર્ષનો થયો. પુત્ર સમજણો થયો ત્યારથી જ તેમાં ધર્મના સંસ્કારો સિંચવા માંડ્યા હતા. બાળકનું માનસ કોરી સ્લેટ જેવું હોય છે. એમાં તમે જેવા આંકડા પાડશો તેવા પડશે.. આજના છોકરાઓનું સંસ્કારધન પ્રાયઃ ખલાસ થઈ ગયું છે. તેમાં મોટો ફાળો મા-બાપનો છે. મા-બાપ પોતાના છોકરાને વઢીને સ્કૂલે ને મોકલશે પણ ક્યારેય વઢીને એને પાઠશાળામાં મોકલે છે? સ્કૂલે નહીં જાય 6 હું તો એનું ભવિષ્ય બગડશે એમ માને છે પણ ધર્મના પાયાના સંસ્કારો નહીં કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118