Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 96
________________ N/ ભાદરવા સુદ-૧૨ 'ધર્મને યોગ્ય શ્રાવકનો આઠમો ગુણ-સુદાક્ષિણ્યતા આજે ચારે બાજુ ધર્મ ખૂબ વધી રહ્યો છે પણ ક્રિયાત્મક, ગુણાત્મક ધર્મ લુપ્તપ્રાયઃ બની ગયો છે. ચારે બાજુ અનીતી, છળ-કપટ, દુરાચાર એટલા બધા વધી ગયા છે કે ધર્મી જનનું મહોરું પહેરીને ફરનારના જીવનમાં ધર્મ ક્યાંય સ્પર્યોજ ન હોય. એક ગુણનું ઠેકાણું જ ન હોય. જીવનમાં એક દાક્ષિણ્યતા ગુણ આવે તો પણ માણસ ઘણા પાપોમાંથી બચી શકે છે. આજે વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે બે આંખની શરમ પડે છે. કોઈ પણ ઝઘડો... વગેરે કંઈ પણ હોય તો એને લાગતા-વળગતા માણસોને આપણે કહીએ છીએ શા માટે ? આપણે સમજીએ કે આપણું કહ્યું કદાચ તેને નહીં ઉતરે પણ બે આંખની શરમથી એ એનું કહ્યું માનશે. આ ગુણ તો માણસને ઘણા અકાર્યો કરતાં રોકે છે. સાંકેતપુર નગરમાં પુંડરીક નામનો રાજા હતો. તેને કંડરીક નામનો નાનો ભાઈ યુવરાજ હતો. આ યુવરાજને યશોભદ્રા નામની રૂપ-ગુણથી ભરપૂર પત્ની હતી. એકવાર તે શણગાર સજીને ક્યાંક બહાર ફરી રહી છે ત્યાં તેના પર પુંડરીકરાજાની દૃષ્ટિ પડે છે. રુપવાન અને વળી શણગારથી સજ્જ બનેલી પોતાના જ નાના ભાઈની પત્નીને જોતાં મનમાં કામવાસના સળગે છે. આ વાસના અતિભયંકર છે. આ વાસનાની આગ જીવનના તમામ સગુણોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. રાજા જેઠ થતો હોવા છતાં પણ પોતાની માન-મર્યાદા બધું મૂકીને યુવરાજની પત્ની પાસે ભોગની ભીખ માંગે છે. યશોભદ્રા સતી છે. તેણે સ્વાભાવિક જ કહ્યું કે તમારા ભાઈ બેઠા છે અને તમને ભીખ માંગતાં લાજ-શરમ નથી આવતી? આ વાક્યનો રાજાએ અવળો અર્થ કર્યો. તે એમ સમજ્યો કે જ્યાં સુધી મારો તે ભાઈ જીવતો બેઠો છે ત્યાં સુધી મને આ નહીં મળે... વાસના માણસને 6 4 અધમમાં અધમ કૃત્ય કરવા પ્રેરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118