Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 92
________________ ૧ ખાના૨-પહેરનાર કોઈ હોવો જોઈએ ને ! ઘર બનાવો તો ઘરમાં કોઈ રહેનાર તો જોઈએ કે નહીં ? તેમ આ દેહ એ ઘર છે આ ઘરમાં કોઈ રહેનાર તો હોવો જોઈએ ને ! તે છે આત્મા. શરીર એ આત્માને રહેવાનું ઘર છે, ઈન્દ્રિયો બારી-બારણાં છે. અંદર રહેનાર કોઈ બીજો છે. બારીબારણાં દ્વારા જોયેલો પદાર્થ બારણું બંધ થવા છતાં પણ સ્મૃતિથી ખ્યાલમાં આવે છે માટે શરીરથી આત્મા જુદો છે. શરીર એ જ આત્મા હોત તો બાલ્યાવસ્થામાં કોઈ અનુભવ કર્યો, તે અનુભવ મોટો થયા પછી પણ યાદ રહે છે આમ તો બાર વરસ પછી શરીરનું લોહી વગેરે બધું જ બદલાઈ જાય છે તેમ વિજ્ઞાન કહે છે, તો બાલ્યાવસ્થામાં થયેલો અનુભવ બધો ભૂલી જાય. પણ ના, બધું યાદ રહે છે, તો તે યાદ કરે છે કોણ ? શરીરે અનુભવ કર્યો હોય તો તે શરીર તો બદલાઈ ગયું. આમ આત્મા એ શરીર નથી... જ્યારે બધી ચેતનાઓ મૂઢ બની જાય છે, અચેતન બની જાય છે ત્યારે આ દેહને સળગાવી મૂકે છે. અંદર કોઈક હશે તો જ તેને અત્યાર સુધી સળગાવ્યું નહીં ને ? અનેક દાખલા-દલીલો દ્વારા ભગવાને આત્માનું અસ્તિત્વ ગૌતમસ્વામીને જણાવ્યું. દૂધના કણીયામાં ઘી દેખાય છે ? તલમાં તેલ દેખાય છે ? લાકડામાં અગ્નિ દેખાય છે ? પુષ્પમાં સુગંધ દેખાય છે ? ચંદ્રકાન્તમણિ ચંદ્ર સાથે સંપર્કમાં આવે તો પાણી ઝરવા માંડે છે. આમ તો નક્કર હોય છે તો તેમાં પાણી ક્યાંથી દેખાય છે ? છતાં દૂધમાં ઘી, તલમાં તેલ, ફૂલમાં સુગંધ, મણિમાં દ્રવતા છે એ અનુમાનથી સ્વીકારવું પડે છે. તેમ શરીરમાં આત્મા છે તે અનુમાનથી કહી શકાય. પહેલાં ભગવાને આત્મા પ્રત્યક્ષ નથી પણ અનુમાનથી સમજાવ્યો. હવે પ્રત્યક્ષ પ્રમાણથી સમજાવે છે. પ્રત્યક્ષથી આત્મા છે ઃ કોઈપણ ચીજને પ્રત્યક્ષ સિધ્ધ કરવા માટે છ ઈન્દ્રિયો કામે લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118