Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 90
________________ ને લાગતી હોય તો. એક માણસ રસ્તેથી પસાર થઈ રહ્યો છે. બાજુમાં શિલ્પીઓ પથ્થરો ઘડી રહ્યા છે. તે માણસે શિલ્પીની પાસે જઈ પૂછયું કે ભાઈ ! આ બધા પથ્થરો શા માટે ઘડો છો ? જો મંદિર માટે ઘડતા હો તો નજીકમાં જ આવું સુંદર વિશાળ મંદિર તો છે. શિલ્પી એ ભાઈનો હાથ પકડીને આગળ લઈ ગયા. ત્યાં જે ભાઈ આ મંદિર બનાવે છે તે ભાઈના નામની શિલા કોતરાતી હતી. તે શિલાને બતાવીને શિલ્પી બોલ્યો કે પથ્થરો મંદિર માટે નથી ઘડતા પણ આ નામ માટે ઘડીએ છીએ. નામનો કેવો મોહ ! ઉપાશ્રયમાં પાટ પર પણ મોટા અક્ષરે નામ લખાવશે. દાન કેવડું અને નામ કેવડું? માણસને સિદ્ધિ નહીં, પ્રસિધ્ધિ જોઈએ છે. દર્શન નહીં પ્રદર્શન જોઈએ છે. ઋષિ મૈત્રેયીને પૂછે છે કે આ ત્રણે એષણામાં કેન્દ્રસ્થાને કોણ છે? આત્મા. કારણ કે ધન કોના માટે ? પોતાના માટે બીજાને મળે તો ગમે ખરું? ના, અરે ! બીજાને મળે તો દાહ ઉત્પન્ન થાય છે. પુત્ર શા માટે ? પોતાના નામને માટે ને! લોકો શા માટે ? મારું મહત્ત્વ વધે, મારું કામ થાય. લોકોને ભેગા શા માટે કરે છે? લોકો માટે નહીં પણ પોતાને માટે. આ ત્રણે એષણા પોતાના માટે છે પણ આ પોતે કોણ છે એની જ એને ખબર નથી. બધામાં કેન્દ્રસ્થાને આત્મા છે માટે હે મૈત્રેય ! પહેલાં આત્મા કેવો છે તે તું સમજ. આત્માનું ધ્યાન કર. ચિંતન કર. મનન કર. તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થશે. આ સંબંધમાં ઉપરનું વેદવાકય ઉચ્ચારાયેલું છે આત્મા એ જ્ઞાનનો સમૂહ છે. ઉઠીને સૂઈએ એટલા સમયમાં જુદી જુદી જાતના જ્ઞાનની હારમાળા ચાલતી હોય છે આ જુદી જુદી જાતના જ્ઞાનો પાંચભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. પાંચ ભૂતોને અનુલક્ષીને જ વિચારો ચાલતા હોય છે પેલાં ભૂતડાં વળગ્યાં ન હોય તો એમાંથી મુક્તિ મળે પણ આ મહાભૂતોમાંથી તો મોક્ષમાં જઈએ 6 શું ત્યારે જ મુક્તિ મળે. પદાર્થો સામે આવે ત્યારે તેના વિચારો શરૂ થાય } Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118