________________
७७
આ પ્રમાણે કરતા હતા કે આત્મા પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને પાંચ ભૂતોમાં સમાઈ જાય છે. તેથી પરલોકની સંજ્ઞા નથી. પાંચભૂત એટલે પૃથ્વી – હાડકા, પાણી-લોહી, અગ્નિ-જઠારાગ્નિ, વાયુ-શ્વાસોશ્વાસ, આકાશશરીરનો પોલો ભાગ. આ પાંચભૂતોમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમાં જ સમાઈ જાય છે તો આત્મા કયાંકથી આવે છે, ક્યાંક જાય છે વગેરે વાતો હંબક છે, આમાં ગૌતમ સ્વામી ગૂંચવાયા છે.
વેદવાકયની ભૂમિકા :
બીજી બાજુ ગૃહરણ્યદા નામના ઉપનિષદકમાં વાત આવે છે કે યાજ્ઞવલ્ક્ય નામના ઋષિ છે. તેમને બે પત્ની છે. એકનું નામ મૈત્રેયી છે અને બીજીનું નામ કાત્યાયની છે. મૈત્રેયીને તત્ત્વની વાતમાં રસ છે જ્યારે કાત્યાયનીને ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, મોજ-શોખ વગેરેમાં રસ છે. અમુક કાળ વીત્યા પછી ઋષિ જંગલમાં જવાનો વિચાર કરે છે. જંગલમાં જતા પહેલાં પોતાની મિલ્કત બન્ને પત્નીઓને વહેંચી આપવાનો વિચાર કરે છે જેથી પાછળ બન્ને વચ્ચે કોઈ મતભેદ ન થાય... તેથી બન્ને પત્નીને બોલાવીને વસ્તુની વહેંચણી કરવાનું કહે છે. ત્યાં મૈત્રેયી ઋષિને કહે છે કે સ્વામી ! આપ મને જે સંપત્તિ આપો છો તેનાથી મને અમરત્વ મળશે ખરું ? ઋષિ કહે છે કે ના, કોઈ કાળે પૈસાથી અમરપદ મળતું નથી. મૈત્રી કહે છે કે તો સ્વામી ! આ સંપત્તિથી શું ? મારે તો અમરપદ જોઈએ છે. આખી પૃથ્વી સોનાથી મઢીને આપો તો પણ મારે જોઈએ નહીં. મૈત્રેયીને વિશેષ સમજાવવા ઋષિ કહે છે કે જગતમાં ત્રણ પ્રકારની એષણા ચાલી રહી છે. - વિતૈષણા, પુત્રૈષણા અને લોકૈષણા. (૧) વિતૈષણા - ધનની ઝંખના,
આ ઝંખના માણસની કયારેય પૂરી થતી નથી.. જેને સો મળ્યા છે તે હજાર ઈચ્છે છે, હજાર મળ્યા છે તે લાખને ઈચ્છે છે, લાખ મળ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org