________________
૭૪
- નાગકેતુ :
શાસ્ત્રમાં નાગકેતુની વાત પ્રસિદ્ધ છે. તેણે પૂર્વજન્મમાં અક્રમની ભાવના કરેલી. એજ ભાવનામાં માતાએ લગાવેલી ઝુંપડીની આગમાં બળીને મરી ગયો... તેથી જન્મતાંની સાથે જ ઘરમાં થતી અક્રમની વાતચીત પરથી અટ્ટમ કર્યો. જન્મેલું બાળક ત્રણ દિવસ સુધી ભૂખ્યું કેવી રીતે રહી શકે? તેથી મૂર્છા આવી ગઈ. મરી ગયેલું જાણીને તેને દાટી દે છે. ઈન્દ્રનું આસન કંપાયમાન થાય છે. ઈન્દ્ર આવે છે. બાળકને મૂર્છારહિત કરે છે. માતા-પિતા તો બાળકના મૃત્યુના આઘાતથી મરી ગયા છે. નાગકેતુ એકલો સંબંધીઓને ત્યાં મોટો થાય છે. છેવટે કેવળજ્ઞાન પામે છે... વાર્તા પ્રસિદ્ધ છે તેથી વિસ્તાર નથી કરતા.. આમ ભગવાન મહાવીરનો તપધર્મ સૌથી શ્રેષ્ઠ છે. બીજા હિન્દુ ધર્મનાં મોટાભાગનાં પર્વો ખાવા-પીવા માટે મોજ-મજા માટેનાં છે. જ્યારે જૈન ધર્મમાં જ એક એવી વિશિષ્ટતા જોવા મળે છે કે આપણે પર્વમાં ખાવાનું છોડી દેવાનું. મોજ-મજા છોડી દેવાના..! ઘણા ભાગ્યશાળીઓ નાના પર્વોમાં ઓછો ભાગ લે પણ આ પર્યુષણામાં તો દરેક સંઘો-દરેક વ્યક્તિઓ ભાગ લે જ, ભલે વર્ષમાં કોઈ દિવસ નવકારશી કરતો ન હોય પણ આઠ દિવસમાં તો એ અવશ્ય કંઈક કરે જ. તપ એ આહારસંજ્ઞાને તોડવા માટે છે પણ આજના યુગમાં તો એવું લાગે કે જાણે માણસ આહારસંજ્ઞાને વધારી રહ્યો છે. પારણામાં જુઓ તો ૨૫-૩૦ આઈટમો. ઉત્તર પારણામાં પણ જુઓ તો અનેક જાતની આઈટમો... એક ઉપવાસ કરવો હોય તો ઉત્તર પારણામાં એટલું બધું ઠાંસી ઠાંસીને ખાશે કે જાણે આવતી કાલનું સાટું વાળતો ન હોય... તેના પરિણામે આરોગ્ય સુધરવાને બદલે બગડે છે. ઉપવાસ એ આગલા દિવસે
જે ઠાંસી-ઠાંસીને ખાધું છે તેની સજા રૂપે બની જાય છે. વળી પારણામાં છે પણ કાંઈ ઓછા-વતું આવે તો મિજાજ વધી જાય છે...તપ તો સમતાથી 6 જૂ કરવાનો છે. -ઈચ્છારોધે સંવરી પરિણતિ સમતા યોગે રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org