Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 84
________________ ७३ રીફાઈનરીઓમાં કાચો માલ નાખો તો પાકો (અપડેટ) થઈને બહાર નીકળે છે જ્યારે શરીરરૂપી રિફાઈનરી જ એક એવી છે કે જેમાં તમે સારામાં સારો માલ નાખો પણ તે ખરાબમાં ખરાબ વિષ્ટારૂપે જ બહાર નીકળે છે. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહે છે કે મિષ્ટાન્નાન્યપિ વિષ્ટાસામૃતાન્યપિ મૂત્રતાત્ । શરીરને વિશે નાખેલા તમામ મિષ્ટાન્નો વિષ્ટારૂપે થાય છે તેમજ સુંદરમાં સુંદર પીણાંઓ પણ મૂત્રરૂપે બને છે.. આવા આ શરીરનું તપ દ્વારા જ દમન થઈ શકે છે. તપ એ જીવનની મૂડી છે જેમ બીજી મૂડી છે તે ખાવાનાપીવાના-પહેરવાના કે ફરવાના બધા જ કામમાં આવે છે તેમ તપરૂપી મૂડી વ્રતોના પાલનમાં, જપમાં, ધ્યાનમાં, ઈન્દ્રિયોના દમનમાં કામ લાગે છે. પણ તે તપ ઈચ્છાનો રોધ કરનારો હોવો જોઈએ. આજે તપધર્મની બોલબાલા ખૂબ જ છે... પણ ઘણા લોકો માન-સન્માન માટે પણ કરતા હોય છે. તપ કર્યા પછી જો કોઈ શાતા પૂછવા ન આવ્યું હોય એના નિમિત્તે કોઈ ઉત્સવ ન થયો હોય તો... મનમાં તરત જ આર્ત્તધ્યાન શરૂ થઈ જાય... આવા તપને શાસ્ત્રકારો લાંઘણ કહે છે. તપ તો શરીરને અને મનને બન્નેને શુદ્ધ કરે છે. શાસ્ત્રકારો કહે છે કે વર્ષમાં એક અટ્ટમનો તપ તો કરવો જ જોઈએ. કદાચ તપ ન જ કરી શકો તો એના માટે પણ કેટલાક માર્ગો બતાવ્યા છે. અહીં છટકબારી તો રાખવામાં આવી જ નથી. તમે અઠ્ઠમ ન કરી શકો તો છૂટા-છૂટા ત્રણ ઉપવાસ, તે ન કરી શકો તો છ આયંબીલ અથવા નવ નીવી, અથવા ૧૨ એકાસણા, હજી કોઈ એમ કહે કે સાહેબ ! અમારે તો સવારમાં દેવી (ચા) પધરાવાય તો જ મશીન ચાલુ થાય તેમ છે. તો એના માટે ચોવીશ બિયાસણા. એ ન થાય તો હજી ઉપાય છે.. ૬ હજાર ગાથાનો સ્વાધ્યાય અને છેલ્લે એ ન થાય તો નવકારની ૬૦ બાંધી માળાનો જાપ કરીને પણ અટ્ઠમ તપ પૂર્ણ કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118