________________
૭૧
તે આ ભવમાં રાખેલા વેરની વળતર ભવાંતરમાં ઘણી નડતર ઉભી કરે ' છે પછી એનો હિસાબ ચૂકવવાનું ઘણું ભારે પડી જાય છે. જે હિસાબ
અહીં માત્ર નમીને પતે તેમ છે તે બીજા ભવમાં રડીને પતાવવો પડે છે શાસ્ત્રકારો એ કહ્યું છે કે સર્વે શાસ્ત્રોનો જો કાંઈ નિચોડ હોય તો તે ક્ષમા છે. આ પર્વાધિરાજની આરાધના ત્યારે જ ફળે કે જ્યારે આપણે આપણા ગમે તેવા કટ્ટરમાં કટ્ટર દુશમનને પણ દિલાવર દિલથી ક્ષમા આપીએ. ભલે ભૂલ આપણી ન હોય, એની જ હોય છતાં જ્ઞાનીઓ કહે છે કે પહેલાં તમે સામેની વ્યક્તિને ખમાવો પછી એની પાસે ક્ષમા માંગો. તમે ગદ્ગદિત મનથી ક્ષમા માંગી હશે તો સામેનો આત્મા ક્ષમા આપવાનો જ છે. કદાચ ન આપે તો પછી તમે દોષિત નથી.... ક્ષમામાં સહન કરવાનું થોડું છે મેળવવાનું ઘણું છે.
- તપ કરવામાં શરીર સૂકવવું પડે - જપ કરવામાં સમય આપવો પડે - દાન આપવામાં પૈસા કાઢવા પડે
- જ્ઞાન ભણવામાં બુદ્ધિ કસવી પડે જ્યારે ક્ષમાની જડીબુટ્ટી એવી સસ્તી છે કે જેમાં નથી શરીરનું લોહી ઘટતું કે નથી વજન, તાકાત, ચરબી કે હાડકાંને ઘસારો લાગતો ! નથી ખીસ્સાના પૈસા કાઢવા પડતા કે નથી સમય કે બુદ્ધિનો ભોગ આપવો પડતો. કેવળ મન સાથે સમાધાન કરવાનું છે.
શ્રાવકનું ચોથું કર્તવ્ય છે અઠ્ઠમતપની આરાધના અર્થાત આહાર સંજ્ઞાને તોડવી.
જીવને અનાદિકાળથી આહારની ટેવ પડી છે. તેને તોડવા માટે તપ કરવો જરૂરી છે. ૧૦૦ વર્ષ સુધી નારકની ભયંકર વેદના સહીને જીવ તે જે કર્મ ખપાવે તેટલું કર્મ ફકત એક નવકારશીનું પચ્ચખાણ કરવાથી ખપાવી છે { શકે. ૧૦ હજાર ક્રોડ વર્ષ સુધી નારકીની ભયંકર વેદના સહન કરીને જીવ .
TV
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org