Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 39
________________ ૨૮. અભ્યાસ પૂર્ણ કરી પૂજ્ય ગુરૂદેવ પાસે આવ્યા. મારવાડમાં નાડલાઈ મુકામે પૂજ્ય ગુરૂદેવે સં. ૧૬૦૮માં ઉપાધ્યાય પદવી આપી અને સં. ૧૬૧૦માં પોષ સુદ ૧૦ના શિરોહી મુકામે આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. તે સમયે સંઘનો એટલો બધો ઉત્સાહ અને આવી પુણ્યવાન વ્યક્તિના પુણ્યે એક કરોડ રૂપિયાનો સંધે ખર્ચ કર્યો. આ રીતે હીરસૂરિ મહારાજનો ઉદય થયો. ચારે બાજુ હીરસૂરિ મહારાજની બોલબાલા છે. એ સમયે કોઈએ રાજાના કાન ભંભેર્યા કે હીરસૂરિમહારાજ છોકરાઓને ફસાવે છે. તેથી આચાર્ય મહારાજ પર વોરંટ છૂટયું. રાતોરાત પાટણથી નીકળીને કુણધેર આવે છે રસ્તામાં કોઈ સાધુને સર્પ કરડે છે. સાધુ એકદમ બૂમ પાડે છે ગુરૂદેવ ! સર્પ કરડયો. આચાર્ય મહારાજ પાસે આવીને ખાલી સ્પર્શ જ કરે છે અને કહે છે કે ચાલ ઉભો થા, ચાલવા માંડ. સ્પર્શમાત્રથી જ સર્પનું ઝેર ઉતરી જાય છે. આવા પ્રખર ત્યાગી, તપસ્વી હતા. રોજ ૫૦૦ લોગસ્સનો કાઉસગ્ગ ઉભા-ઉભા કરતા હતા. ગુરુભક્તિ : -- હવે એકવાર ગાંધારમાં ચોમાસું પધારી રહ્યા છે. ગાંધારના શ્રાવકોને ખબર પડી... ખબર આપનાર માણસની તરફ શેઠે ચાવીનો ઝૂડો ફેંકયો અને કહે કે તને જે ચાવી ગમે તે લઈ લે તે રૂમમાં જે હોય તે તારું. પેલા માણસે મોટી ચાવી જોઈને ઉપાડી.. અને ગોદામ ખોલ્યું તો તે દોરડાનું ગોદામ નીકળ્યું. પણ એ દોરડાં યે લાખોની કિંમતનાં હતાં. આવા તો ત્યાંના શ્રાવકો હતા. આચાર્ય ભગવંત ગાંધારમાં આરાધના કરાવી રહ્યા છે. આ બાજુ દિલ્હીના તકતા પર અકબર બાદશાહનું રાજ્ય હતું. તે ખૂબ જ ક્રૂર-હિંસક હતો. તેને રોજ પ∞ ચકલાની જીભની ચટણી કરીને ખાવા જોઈતી હતી. ભયંકર ખૂની. આવા અકબરને પાછલી ઉંમરમાં ધર્મ સાંભળવાની જિજ્ઞાસા થઈ. તે પોતાની સભામાં રોજ નવા-નવા ધર્મગુરૂઓને બોલાવતો અને ધર્મ સાંભળતો. એક દિવસ રાજસભામાં બેઠેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118