Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 41
________________ ૩૦ T કોણ? શંત્રુજ્યના શિખરોને શોભાવતા આદિનાથ દાદા મારા દેવ છે અને જે ભારતની ભૂમિને શોભાવતા પૂ. આચાર્ય મહારાજ હીરસૂરીશ્વરજી મારા ગુરૂ છે. ઓહ ! હીરસૂરીજી આ નામ તો મેં ઘણીવાર સાંભળ્યું છે. એ ઓલિયા પુરુષના મારે દર્શન કરવાં છે. તે હાલમાં ક્યાં બિરાજમાન છે? રાજન્ ! તે અત્યારે ગંધારમાં બિરાજે છે. અકબરે તરત જ અમદાવાદના સૂબા ઉપર પત્ર લખ્યો અને જણાવ્યું કે વિજયહીરસૂરિજીને શાહી સન્માન પૂર્વક ફતેહપુર મોકલો. અમદાવાદના સૂબાના હાથમાં પત્ર આવતાં જ તેનાં તો હાજાં ગગડી ગયાં. અમંગલ આશંકાથી એનું અંતર ઘેરાઈ ગયું. સંઘને બોલાવી પત્ર સોંપ્યો. અમદાવાદના આગેવાનો ગંધાર પહોંચી ગયા. સાધુઓની શિષ્ટ મંડળીમાં પત્ર વંચાયો. બધા બોલી ઉઠ્યા કે આવા ક્રૂરઘાતકી બાદશાહનો વિશ્વાસ શો? બાદશાહ કંઈક ન કરવાનું કરી દે તો? સંઘ સમુદાયની ઈચ્છા આચાર્ય ભગવંત સમ્રાટ પાસે ન જાય તેવી હતી. છેલ્લો નિર્ણય જગદ્ગુરૂ હીરસૂરિ મહારાજને સોંપ્યો. જગદ્ગુરૂએ કહ્યું કે લાખોને પ્રતિબોધવાથી જે લાભ ન થાય તે એકલા સમ્રાટને સદ્ધોધ આપવાથી થઈ શકે છે. કદાચ મારા નિમિત્તે જૈન શાસનની પ્રભાવના થવાની હોય તો આ અવસર ગુમાવવા જેવો નથી. ગંધારથી વિહાર દિલ્હી તરફ : ગુરૂવર્યની મક્કમતા જાણીને સહુએ મૂક સંમતિ આપી. ૧૬૩૯ના માગશર વદિ ૭ના ગંધારથી વિહાર કર્યો. વિદ્વાન સાધુ મહાત્માઓનો વિશાળ પરિવાર સાથે હતો. ગામોગામ જૈન ધર્મના ઝંડાને લહેરાવતા જગદ્ગુરૂ અમદાવાદમાં આવ્યા. શાહી સન્માનથી તેમનો નગર પ્રવેશ કરાવ્યો. એકાંતમાં અમદાવાદના સૂબાએ સૂરિજીને વિનંતિ કરતાં જણાવ્યું કે સૂરિજી ! આપ મારા અપરાધની ક્ષમા કરો. પૂર્વે આપને બહુ હેરાનને પરેશાન કર્યા છે. બાદશાહ આગળ મારી કોઈ ફરિયાદ ન કરશો. હું 6 છે આપની વારંવાર ક્ષમા માગું છું. સિયાબખાનની વાત સાંભળીને સૂરિજી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118