________________
૩૬
કષાયથી તમે જીતાઈ ગયા છો, જીતાઈ ગયા છો. ભય વધી રહ્યો છે. આ રીતે દ૨૨ોજ તમારે મને સંભળાવવાનું. મારા રસોડે જ તમારે જમવાનું. મારે ત્યાં જ રહેવાનું. તમામ સગવડો રાજ્ય તરફથી તમને આપવામાં આવશે. આ વર્ગને ઓળખવા માટે ભરત મહારાજાએ કાકિણી રત્નથી તેમના શરીર પર ત્રણ કાપા પાડયા. જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રતીક રૂપે. કાળક્રમે કાકિણી રત્ન ચાલ્યું ગયું પછી સોનાના ત્રણ તાર રાખતા. . ધીમે ધીમે એ પણ ગયું. અને એ વર્ગ બ્રાહ્મણ તરીકે ઓળખાવા લાગ્યો. જે આજે જનોઈ પહેરે છે તેની શરૂઆત ત્યારથી છે. આ રીતે સાધર્મિકવાત્સલ્યની શરૂઆત થઈ. જાડું કપડું :
પૂ. હેમચંદ્રસૂરિ મહારાજે કુમારપાળ દ્વારા સાધર્મિકવાત્સલ્ય કરાવ્યું હતું. એકવાર સૂરિજી શાકંભરી નગરીમાં પધાર્યા છે. ત્યાં કોઈ ગરીબ શ્રાવક રહેતો હશે. તેણે જાતે વણીને એક થેપાડું (જાડુ ધોતિયું) તૈયાર કરેલું. સૂરિજી પધાર્યા છે જાણીને તેણે વિચાર્યું કે આવું ઉત્તમ પાત્ર મને ક્યાં મળશે ? લાવ, આ મહાત્માની ભક્તિ કરું. તેથી તે થેપાડું તેણે આચાર્ય ભગવંતને વહોરાવ્યું. સૂરિજીએ એ વખતે તે થેપાડાને પોતાના વીંટીયામાં બાંધીને મૂકી દીધું. હવે વિહાર કરતાં પાટણ પધારે છે. રાજા કુમારપાળ સામૈયાની તૈયારી કરે છે. સમય જોઈને આચાર્ય ભગવંતે પેલું થેપાડું કાઢયું અને ઓઢવા માંડયું. ત્યાં કુમાળપાળ મહારાજા આવી ચડયા. આવું જાડું લક થેપાડું જોઈને રાજાએ કહ્યું કે ભગવંત આવું જાડું તે ઓઢાતું હશે ? મારા જેવા અઢાર દેશના માલિકના તમે ગુરૂ અને તમારે આવા કપડા? મારે મોં નીચું ઘાલવા જેવું થાય... આપ કૃપા કરો અને બીજું પહેરો. આચાર્ય ભગવંત કહે છે કે અમે તો સાધુ છીએ. અમને તો જે મળે તેમાં સંતોષ. તારી વાત સાચી છે, શરમાવાનું મારે નથી પણ તારે છે. કારણ કે તું આવો મોટો રાજા છે અને તારા રાજ્યમાં તારા સાધર્મિકની આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org