Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 75
________________ ૬ ૪ વસ્ત્રો... વગેરે આમાં રાગનું જ પ્રાધાન્ય છે. પરસ્પર જીવની સાથે સંબંધમાં દ્વેષનું જ પ્રાધાન્ય વધારે હોય છે. જરાક પ્રતિકૂળતા લાગે કે તરત જ તેના તરફ અણગમો-દ્વેષ થાય છે. આ જીવાત્માનો સ્વભાવ છે. તે કોઈનું સારું જોઈ શકતો નથી... આ સ્વભાવને દૂર કરવા માટે ભગવાને ખામણાંનું કર્તવ્ય બતાવ્યું છે. કયારેય પણ તમારા વચ્ચે વૈરભાવ જાગે તો તરત જ ખમાવી દેજો. તરત ન ખમાવી શકો તો પંદર દિવસે ખમાવો. ત્યારે પણ ન ખમાવી શકો તો ચાર મહિને ખમાવો... છેવટ ચાર મહિને પણ ન ખમાવો તો સંવત્સરીએ (વર્ષે) તો ખમાવો જ. ખમાવ્યા વિનાની દરેક આરાધના ચાહે માસક્ષમણ હોય કે ૬૦ ઉપવાસ હોય.. બધું જ નિષ્ફળ છે. શાસ્ત્રકારો તેને મુવમારો સે ! ભૂખમરો કહે છે. આજે તો સંવત્સરીનું પ્રતિક્રમણ પુરું થશે એટલે ઔપચારિક રીતે મિચ્છામિ દુક્કડમ્ આપશે, અથવા તો ૧૫ પૈસાનું પોસ્ટકાર્ડ લખીને પોસ્ટખાતાને નફો કરશે. આપણા હૃદયને શુદ્ધ કરવા માટેનું આ અણમોલ ઔષધ છે. પર્વ નિમિત્તે તમે ખમાવવા જશો તો કોઈ લઘુતા નહીં લાગે... માણસ હજારો-લાખો રૂપિયા ખર્ચી શકે છે પરંતુ કોઈની સામે માથું નમાવી શકતો નથી... શિખરજીની યાત્રા કરી શકે પણ જેની સાથે વેર બંધાયેલું છે તેના ઘરના ત્રણ પગથિયા ચઢવા તેના માટે મુશ્કેલ બની જાય છે. તપ કરવો સહેલો છે પણ બીજાને ખમાવવા તે કપરામાં કપરું કામ છે. મોક્ષની નિસરણી ચઢતાં આ જ આડું આવે છે. જો જીવનમાં ક્ષમા આવી જાય તો આપણા માટે મોક્ષ મેળવવો સહેલો બની જાય. જીવનમાં કોઈ વ્યક્તિ સાથે અબોલા ન હોવા જોઈએ. અબોલા તો મૂંગા પ્રાણીઓને હોય. ચંદનબાળા-મૃગાવતી : કેવલજ્ઞાનને અપાવવાની તાકાત આ ખામણામાં રહેલી છે. શાસ્ત્રમાં ચંદનબાળા અને મૃગાવતીનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. મૃગાવતી પરમસતી સ્ત્રી છે. ભગવાન મહાવીર મહારાજાના મામા ચેડારાજાની આ પુત્રી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118