Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 76
________________ ૬૫ ને ચેડારાજાને સાત પુત્રીઓ હતી. બધી પુત્રીઓ મોટા-મોટા રાજાઓ સાથે છે, પરણાવેલી. મૃગાવતીને કૌશાંબીના રાજા જિતશત્રુ સાથે પરણાવેલી. એક પુત્રી ઉજજયનીના રાજા ચંડપ્રદ્યોત સાથે પરણાવેલી. જિતશત્રુ રાજાને ઈચ્છા થઈ કે મારે એક મોટી સભા બનાવવી અને તેમાં અનેક જાતનાં ચિત્રો મૂકાવવાં. એક દૈવી વરદાનથી યુકત એવો ચિતારો મળી આવ્યો. તેને એવું વરદાન હતું કે તે કોઈના શરીરનો જરાક ભાગ જુએ તો આખા ચિત્રને ઉપજાવી શકે. આ ચિતારો ચિત્રસભાનું કામકાજ સંભાળે છે. એકવાર તેણે મૃગાવતી રાણીનો એક અંગુઠો જોયો. વરદાન હોવાને લીધે તેણે મૃગાવતીનું આખું ચિત્ર તૈયાર કર્યું. તે ભ્રમર ચિતરતો હતો ત્યાં કલરનું એક ટીપું ચિત્રની જાંઘ પર પડયું. ચિતારાએ લૂંછી નાંખ્યું. પણ બે-ત્રણવાર લૂછયું છતાં વારે ઘડીએ ટપકું પડયા કરે છે, તેથી તેણે વિચાર્યું કે કદાચ તેને ત્યાં તલ હશે. દૈવી વરદાનથી આબેહૂબ મૃગાવતીનું ચિત્ર તૈયાર થઈ ગયું. રાજા ચિત્ર જોવા માટે આવે છે. મૃગાવતીનું ચિત્ર જુએ છે ત્યાં જાંઘ પર તલનું નિશાન જુએ છે. આ જોતાં જ તેના મનમાં શંકાનો કીડો સળવળ્યો. આ નિશાનની જાણ મારા સિવાય બીજા કોઈને નથી. નક્કી આ ચિતારો કુશીલ લાગે છે અને મૃગાવતી પણ અસતી લાગે છે. રાજાને ચિતારા પર ગુસ્સો આવ્યો તરત જ તેણે ચિત્રકારનો અંગુઠો કાપી નાખ્યો. ચિત્રકાર પોતાના દેવ પાસે જાય છે. દેવે તેને કહ્યું કે તું ડાબા હાથથી ચિત્ર ચિતરજે. ચિત્રકારે અપમાનનો બદલો લેવા વિચાર્યું. તેણે મૃગાવતીનું બીજુ ચિત્ર તૈયાર કર્યું. અને ચિત્ર તૈયાર કરીને તે સ્ત્રીલંપટ ચંડપ્રદ્યોતની પાસે જાય છે. ચંડપ્રદ્યોત ચિત્ર જોઈને આસક્ત બને છે. કૌશાંબીના રાજા જિતશત્રુ પાસે મૃગાવતીની માંગણી કરે છે. આવી અશ્લીલ માંગણીથી કૌશાંબી નરેશ ઉશ્કેરાઈ જાય છે. માંગણીનો અસ્વીકાર થાય છે તેથી ક્રોધે તે ભરાયેલો ચંડપ્રદ્યોત લશ્કર લઈને આવે છે. નગરીને ઘેરો ઘાલે છે. સાગર 6 જેવા તેના લશ્કર જોઈને કૌશાંબી નરેશ ગભરાઈ જાય છે, અને એ ચિંતામાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118