Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 74
________________ પર નથી. પ્રથમિણીદેવીએ તરત જ કહ્યું કે હે સ્વામી ! વ્રતગ્રહણ કરીને પણ છે ” આ જોડી પહેરો. તમે તૈયાર છો ? પ્રથમિણીએ તરત જ હા પાડી. ગુરૂમહારાજની પાસે જઈને નંદિની સન્મુખ બત્રીશવર્ષની વયે તે બન્નેએ ચોથું વ્રત અંગીકાર કર્યું. તે નિમિત્તે પેથડશાહે ચૌદશો પૂજાજોડીઓ દેશાવરોમાં સાધર્મિકોને મોક્લી. અને પછી જ ભીમ શ્રાવકે મોકલાવેલી જોડી પહેરી... આવા અદ્ભુત સાધર્મિક ભક્તિને કરનારા અનેક વીરલાઓ શાસનના પાને ચમકી રહ્યા છે. જગડુશાની સાધર્મિક ભક્તિ : જગડુશાહે પણ પોતાની સંપત્તિને સાધર્મિક ભક્તિમાં વાપરીને સાર્થક કરી હતી. તેમણે સવા લાખ લાડુ લગભગ ઘડા જેવડા તૈયાર કર્યા. પછી ગામમાં જે કોઈ દીન-દુ:ખી હતા તેમની યાદી તૈયાર કરી. લાડવાની અંદર સોનામહોરો નાખી... આમ પોતાની લક્ષ્મીને સાર્થક કરી. આજે આપણા સમાજના લાખો સાધર્મિકો કેવી કથળતી હાલતમાં જીવન વીતાવે છે ? ત્યારે આપણા જ સમાજના સેંકડો હજારો શ્રીમંતો કે જેઓ લાખોપતિ કે કરોડપતિ છે તેઓ પોતાના પાંચ દશ જણાના કુટુંબ સાથે પોત-પોતાના ગામના એક સાધર્મિકના કુટુંબને પોતાનું જ માનીને નભાવે તો ન નભી શકે ? શ્રીમંતોના મગજમાં આ વાત ઉતરે તો સમાજ સંઘ ઉન્નતિના શિખરે ચડી જાય, ક્ષમાપના : શ્રાવકનું ત્રીજું કર્તવ્ય ખામણાં છે. આખા પર્વના કેન્દ્રસ્થાને ખમાવવાની ક્રિયા છે. ગમે તેવી સુંદર આરાધના કરી હોય પણ ખામણા વિનાની આરાધના એકડા વિનાના મીંડા જેવી છે. આ જીવાત્મા અનાદિ કાળથી છે આ સંસારમાં ભટકી રહ્યો છે તેના મૂળમાં મુખ્ય બે કારણો છે રાગ અને 5 દ્રષ. રાગનો સંબંધ જડવસ્તુ સાથે વધારે રહે છે, ગાડી, બંગલા, દાગીના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118