Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 57
________________ ૪૬ અપાવો. તે પથ્થર અહીં લાવીને રાખીએ જેથી ભવિષ્યમાં આપણા સાધર્મિકોને વાંધો ન આવે. પુનડશાહે કહ્યું કે જોઈશ. મૂર્તિભંજક બાદશાહ પાસેથી મૂર્તિ માટે પથ્થર મેળવવા કેવી રીતે? વસ્તુપાળ રાજ્યમાં પાછા આવ્યા પણ તેમના મનમાં દાદાની પ્રતિમા માટે પથ્થર કેવી રીતે મેળવવો તેનું ચિંતન ચાલી રહ્યું છે. પ્રભુજી માટે મેળવ્યા પાષાણ : એ સમયમાં જ દિલ્હીના બાદશાહની મા મક્કા-મદીના હજ કરવા માટે રસાલા સાથે નીકળી છે. ખંભાતના બંદરે આવે છે. વસ્તુપાળે પોતાના માણસોને હુકમ કર્યો કે જાઓ બાદશાહની માને લૂંટી લો, અને બધો માલ મારી પાસે હાજર કરો. બાદશાહની માને લૂંટવી એટલે જાનનું જોખમ. જો બાદશાહને ખબર પડી જાય તો આવી જ બને ને ! છતાં ધર્મ માટે જાનનું જોખમ પણ વસ્તુપાળ ખેડે છે. માણસોએ તેને લૂંટી લીધી. વસ્તુપાળ પાસે ફરીયાદ કરતી બાદશાહની મા આવી... વસ્તુપાળ બોલ્યા કે મા આપ જરાયે ચિંતા કરશો નહીં... લૂંટારાઓને હું તરત જ પકડી પાડીશ. કોની તાકાત છે કે આપને લૂંટી શકે... ? હું આપનો બધો જ માલ હાજર કરું છું. આપ આરામ કરો. મા તો આવા વિવેકપૂર્ણ જવાબથી જ પ્રસન્ન બની ગઈ. પોતાના જ માણસો દ્વારા લૂંટાવી હતી તેથી તરત જ બધો માલ-સામાન હાજર કર્યો. નાનામાં નાની ચીજ પણ હાજર કરી... બાદશાહની મા તો ખુશ-ખુશ થઈ ગઈ. વસ્તુપાળે કહ્યું કે મા હવે હું તમને એકલા નહીં જવા દઉં. હું પણ આપની સાથે હજ કરવા આવીશ. રસ્તામાં ચાંચિયાઓ આપને હેરાન ન કરે... વસ્તુપાળ સાથે ગયા...એટલું જ નહીં પણ મદીના જઈને ચાંદીનું તોરણ ચઢાવ્યું. આ બધું ધર્મ માટે કરે છે. હજ કરીને પાછા ફર્યા. છેક દિલ્હી સુધી મુકવા જાય છે. બહાર પડાવ ને નાખે છે. બાદશાહની મા નગરમાં આવે છે, રાજાને મળે છે. રાજા પૂછે 6 % છે કે મા હજ કરી આવ્યા ? બરાબર રહ્યું ને ! મા કહે છે કે દિકરા ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118