Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 64
________________ ૫ ૩ NR ગઈ. છાપામાં નાનકડી જાહેરાત પણ અપાઈ ગઈ. એ મંગળમય અષાડ સુદ છે. * એકમનો શુભ દિવસ આવી પહોંચ્યો. અમે બધા ઉપર ચઢયા. મારાં પૂ.બા મહારાજને પણ ડોળીમાં ઉપર લઈ ગયા. નવ વાગે અભિષેકની શરૂઆત કરી.. દાદાના શિખર પર ધજા ચઢાવવા માટે એક પુજારી ઉપર ચઢ્યો, ધજા ચઢાવીને નીચે ઉતર્યો ત્યાં તેને ૧૦૦ રૂપિયા તો ઈનામમાં આપ્યા. દાદાની ધજા ચઢતાંની સાથે વાતાવરણ બદલાવા માંડ્યું. સાથે જ ઝરમર વર્ષાદ શરૂ થઈ ગયો. મારાં માતુશ્રી પાંચ અભિષેક સુધી બેઠા હતા. પછી તેમની ઉંમરના લીધે બેસી ન શકવાથી નીચે ઉતરવા માંડ્યા. તે તો હજુ છાલાકુંડે જ પહોંચ્યા, ત્યાં તો વર્ષાદ અનરાધાર તૂટી પડયો. એક કલાક સુધી છાલાકુંડે બેસી રહ્યા... અહીં ઉપર દાદાને છઠ્ઠો અભિષેક શરૂ થયો.. અને દાદાએ આપણી ઉપર અભિષેક કરવાની શરૂઆત કરી.. શશીકાન્તભાઈએ તો યું કે દાદા કેવા દયાળુ છે આપણે એમને અમૂક જ કળશોથી નવડાવ્યા પણ દાદાએ તો કરોડો કળશા પાણી આપણને આપ્યું. અમારી નજર સામે જ ચઢતા જે કુંડોમાં ધૂળ હતી તે બધા કુંડો છલોછલ ભરાઈ ગયા. વર્ષાદ આવવાથી લોકોને રંગમંડપમાં કયાંય ઉભા રહે તેવું નહોતું તેથી બધા દાદાના દહેરાસરમાં ભરાઈ ગયા. અને પછી તો શું નાચ્યા છે... મન મૂકીને નાચ્યા... એ અજબ ભક્તિનો પડઘો તરત જ પડ્યો. ભયંકર દુષ્કાળની આગાહી હતી તે ચાલી ગઈ.... ચારે બાજુ એક હવા ઉભી થઈ કે કોઈક સાધુ આવ્યા છે. એમણે કાંઈક જાદુ કર્યો અને વર્ષાદ આવ્યો. ત્યારથી માંડીને આજ સુધી દુષ્કાળ પડયો નથી.. એ અભિષેકને જોવામાં-માણવામાં જે લોકો બાકી રહી ગયા હતા. તેમણે ફરી અભિષેક કરાવ્યા. પણ પેલા જે સ્વાભાવિક જ ઉભા થયેલા હતા. તેની મજા તો જેણે અનુભવી હોય તેને જ ખબર પડે. શબ્દોમાં તે વર્ણવી શકાય તેવી નથી. આવા અલૌકિક આ દાદા છે. ગમે તેવા થાકીને 6 % દાદા પાસે પહોંચ્યા હોઈએ પણ દાદાને જોતાં જ બધો થાક ઉતરી જાય છે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118