________________
પ્રતિષ્ઠા કરાવવાની રજા આપી. બધા પાટણ આવ્યા. સંઘ ભેગો થયો. , મૂર્તિ શેમાંથી બનાવવી તે પ્રશ્ન થઈ પડ્યો ? સમરાશાહે સંઘને કહ્યું કે વસ્તુપાળના પાષાણો પડયા છે તે કાઢવાની અનુમતિ આપો. સંઘે ના પાડી. કાળ કપરો આવે છે, ભવિષ્યમાં કામ લાગશે. બીજા પાષાણ કઢાવો અને તેમાંથી મૂર્તિ બનાવો. બીજો પાષાણ કઢાવ્યો. ૩૨-૩૨ બળદોની જોડીથી એ પાષાણ પાલીતાણામાં લવાયો. ગામોગામ એ પાષાણનાં સામૈયાં થયાં. તેમાંથી મૂર્તિ બનાવી. સમરાશાહે સં. ૧૩૭૧માં ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. આજે પણ સમરાશાહ અને તેની પત્ની સમરશ્રીની મૂર્તિ ગિરિરાજ પર છે. ફરી પાછી સં ૧૪પ૬ કે ૧૪૬૬માં કોઈ મોગલ બાદશાહે મૂર્તિ તોડી નાખી. ફકત મસ્તક જ વિદ્યમાન રહ્યું. ૧૦૦ વર્ષ સુધી મસ્તક જ પૂજાયું. યાત્રાળુઓ બંધ થઈ ગયા. કોઈક રયો-ખડ્ય આવે અને દર્શન કરીને ચાલ્યો જાય. શ્રાવકો ખૂબ વ્યથિત હતા. સંઘમાં મૂંઝવણનો પાર નહોતો. કોઈ ઉકેલ જડતો નથી. એવામાં ધર્મરત્નસૂરિ મહારાજ મારવાડમાં વિચરતા હતા. તેઓ સંઘ લઈને મેવાડમાં આવ્યા. ચિત્તોડગઢમાં પ્રવેશ કર્યો. ત્યાં તોલાશા નામના મોટા વહેપારી હતા. તેમને પાંચ પુત્રો હતા. ગુરૂ મહારાજ આવ્યા જાણીને પાંચ પુત્રો સાથે તોલાશા વંદન કરવા આવ્યા. વંદન કરીને ગુરૂ મહારાજને પ્રશ્ન પૂછે છે કે સાહેબ! મારા મનની ઈચ્છા-ભાવના પૂરી થશે કે નહીં? આચાર્ય ભગવંત જ્ઞાની હતા. વિચાર કરીને જવાબ આપ્યો કે તોલાશા તમારી ભાવના અવશ્ય પૂરી થશે, પણ તમારા દીકરાના હાથે અને મારા શિષ્યો દ્વારા. તોલાશાએ તરત જ શુકનવંતી વસ્ત્રને છેડે ગાંઠ મારી, તેમની ભાવના શંત્રુજય પર ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાની હતી. આચાર્ય
ભગવંતે પોતાના બે શિષ્યો વિદ્યામંડનવિજયને તથા વિનયમંડન વિજયને તો ત્યાં મૂકીને વિહાર કર્યો. ચોમાસામાં કર્માશા વગેરે બધા અભ્યાસ કરે છે. તે – એકવાર કર્માશાએ આચાર્ય ભગવંતને કામની યાદ દેવડાવી. આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org