Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 42
________________ ને બોલ્યા કે આપ ચિંતા કરશો નહીં અમને તો આવું કશું યાદ રાખવાની છે, જરૂર પડતી નથી. સર્વ જીવો પ્રતિ પ્રેમથી અમારો ક્ષમાભાવ જ હોય છે. સૂરિજીના વચનથી ખાન ખૂબ પ્રસન્ન થયો. શાહી ફરમાન પ્રમાણે હાથી-ઘોડા-પાલખી વગેરે સામગ્રી તેમની સામે ધરી. સૂરિજીએ બધી સામગ્રીનો ઈન્કાર કર્યો. અમે તો અપરિગ્રહ છીએ અમારે આ પરિગ્રહની જરૂર નથી. સૂરિજીની પહેલાં વિદ્વાન સાધુઓ ફતેહપુર સીક્રીમાં પહોંચી ગયા. બાદશાહની પૂર્ણ ભક્તિ છે, કોઈ બદદાનતની બદબૂ નથી એ વાત જાણતાં જ આચાર્ય ભગવંતને જલ્દી પધારવા નિમંત્રણ આપ્યું. દિલ્હીમાં સામૈયું ને મિલન : સંઘના માણસોએ સૂરીશ્વરના આગમનના સમાચાર આપ્યા. બાદશાહે અબુલફઝલને સામૈયું કરવાનું કહ્યું. ભવ્ય સામૈયું થયું. સૂરિજી રાજાના મહેલે આવે છે. અકબર સામે આવે છે. સૂરિજીની પ્રભાવશાળી મુખમુદ્રા જોઈને જ અંજાઈ જાય છે. રાજમહેલમાં પધરામણી કરાવે છે. રાજમહેલમાં ચારે બાજુ કારપેટ પાથરેલી છે. સૂરિજી કહે છે કે અમારે આની ઉપર ન ચલાય, આની નીચે કોઈ જીવ હોય તો મરી જાય. બાદશાહને મનમાં હસવું આવે છે. રોજ આટલી સાફસફાઈ જ્યાં થતી હોય ત્યાં જીવો કેવા? પણ સૂરિજીના કહેવાથી કારપેટ ઉંચી કરે છે. ઉંચી કરતાની સાથે જ હજારો કીડીઓ નીચે ફરતી દેખાય છે. બાદશાહને આ જોઈને આશ્ચર્ય થાય છે કે અરે આ તો કોઈ મહાલિયો લાગે છે, કારપેટની નીચે રહેલી કીડીઓ પણ તેમને દેખાઈ. બાદશાહના મગજમાં પહેલી જ મુલાકાતે મહાજ્ઞાની પુરુષ તરીકેની છાપ પડી ગઈ. ધીમે ધીમે પરિચય ગાઢ બનતો ગયો. નવી નવી વાતોથી બાદશાહ ખુશી-ખુશ થઈ ગયો. દર મુલાકાતે આચાર્ય ભગવંતને કંઈક માંગવાનું કહે આચાર્ય ભગવંત કહે કે મારે તો કાંઈ જોઈતું તો નથી, પણ ખેર કરી ને મહેર કરો' દુઃખિયા પર દયા કરી અને નિરપરાધી જ K જીવો પર મહેર કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118