Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 44
________________ ૩૩ ‘સેન સવાઈ'ની પદવી આપી. ઉનામાં અંતિમ સમય ઃ આ બાજુ સૂરિજી વિહાર કરીને પ્રથમ દાદાની યાત્રાએ સિદ્ધગિરિ પર પહોંચ્યા. અનેક સંઘો સાથે દાદાની યાત્રા ભાવપૂર્વક પૂર્ણ કરીને સૂરિજીએ ચોમાસા માટે ઉના તરફ પ્રયાણ કર્યું. સં. ૧૬૫૧નું ચાતુર્માસ સૂરિજીએ ઉનામાં જ વ્યતીત કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયું ને વિહારના સમયે શરીર રોગોથી ઘેરાઈ ગયું. વિહાર અટકી ગયો. શરીર વધારે અસ્વસ્થ બની ગયું. એ સમયે તેમના પાટના અધિકારી વિજયસેનસૂરિ મહારાજ અકબર બાદશાહની પાસે લાહોરમાં હતાં. સૂરિજીને ગચ્છની ભલામણ કરવી હતી. તેથી તેમણે શિષ્યોને કહ્યું કે વિજયસેનસૂરિ જલ્દી આવે તેમ પ્રયત્ન કરો. લાહોર સમાચાર પહોંચ્યા. ચાલુ ચોમાસામાં સેનસૂરિ મહારાજે શીઘ્ર વિહાર શરૂ કર્યો. ગુરૂદેવને મળવાની તાલાવેલી કોને ન હોય ? જેટલા ખેંચાય તેટલા વિહારો ખેંચે રાખે છે પણ આ બાજુ સૂરિજીની સ્થિતિ ગંભીર બનતી જાય છે. પર્યુષણના દિવસો આવ્યા. આવી નાજૂક સ્થિતિમાં પણ કલ્પસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું. વ્યાખ્યાનના પરિશ્રમથી શરીર વધારે શિથિલ થઈ ગયું. ભાદરવા સુદિ ૧૦ના બધા શિષ્યોને હિતશિક્ષા આપી. બધાને ખમાવ્યા, અને ધ્યાનમાં બેસી ગયા. સં. ૧૬૫૨ના ભાદરવા સુદ ૧૧ના સંધ્યા સમયે પદ્માસન લગાવીને માળા ગણી રહ્યા છે. ચાર માળા પૂરી થઈ અને જ્યાં પાંચમી માળા ગણવા જતા હતા કે તરત જ તે માળા હાથમાંથી નીચે પડી ગઈ. લોકોમાં હાહાકાર મચી ગયો. જગતનો હીરો ચાલ્યો ગયો. ભારત વર્ષમાં ગુરૂ-વિરહનું ભયંકર વાદળ છવાઈ ગયું. સૂરિજીના નિર્વાણથી સર્વત્ર હાહાકાર મચી ગયો. ઉનાના સંઘે આ દુઃખદાયક સમાચાર પહોંચાડવા માટે ખેપિયાઓને રવાના કર્યા. એ સમયે તાર-ટપાલો નહોતાં. જ્યાં જ્યાં સમાચાર મળતા ગયાં ત્યાં દેવ વંદાવા લાગ્યા. ગામેગામ હડતાલો પડવા લાગી, સર્વત્ર શોક પ્રસરી ગયો. બીજી તરફ સૂરિજીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118