Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 43
________________ બાદશાહ એટલો પ્રભાવિત બની ગયો કે હીરસૂરિ મહારાજ જે ફરમાવે છે, તે કરવા તૈયાર હતો. ચોમાસું આગ્રામાં હતું. પશુષણપર્વના દિવસો આવતાં શ્રાવકોએ ત્યાં જઈને જણાવ્યું કે આચાર્ય હીરસૂરિજીએ આપને જણાવ્યું છે કે મનુષણના આઠ દિવસ હિંસા બંધ રહે તો ઘણું સારું... સાંભળીને બાદશાહ બોલ્યો કે ગુરૂદેવે મારા પર કૃપા વરસાવી છે. આટલે દૂર આવ્યા છતાં મેં ઘણી વિનંતી કરવા છતાં કશું માંગ્યું નથી. આજે માંગ્યું તો પ્રાણીઓનું હિત થાય તેવું માંગ્યું. આગળ-પાછળ બે-બે દિવસ ઉમેરી ૧૨ દિવસ સુધી કોઈ હિંસા કરશે નહીં. હિંસા કરશે તેને સખત દંડ થશે તેવું ફરમાન પણ બહાર પાડું છું. ધીમે ધીમે કરતાં સૂરિજીએ બાદશાહ પાસેથી છ-છ મહિનાના ફરમાનો લખાવી લીધા. ૬ મહિના સુધી સમગ્ર હિંદુસ્તાનમાંથી હિંસા બંધ કરાવી. ડાબર સરોવર જે ૧૦ કિલોમીટરના ઘેરાવામાં હતું. આમ તો જંગલ હતું. પણ તે સરોવરના નામે ઓળખાતું. રાજા શિકારનો ખૂબ શોખીન હતો. આ જંગલમાં તેણે હજારો પ્રાણીઓને કેદ કર્યા હતાં. જે દિવસે શિકારની ઈચ્છા થાય તે દિવસે તે ત્યાં જઈને અનેક પ્રાણીઓને નિરર્થક હણીને આનંદ માનતો. ખુશ થયેલા રાજા પાસેથી સૂરિજીએ ડાબર સરોવરના પ્રાણીઓને જીવતદાન અપાવ્યું. બાદશાહ સંપૂર્ણ અહિંસાનો ઉપાસક થયો. સેન સવાઈની પદવી : ઘણો સમય વીત્યા પછી ગુજરાતના શ્રાવકોએ સૂરિજીને વિનંતી કરી... ભગવંત આપના વિના ગુજરાત સૂનું પડયું છે. આપ હવે આ બાજુ પધારો. સૂરિજીએ બાદશાહ પાસે જવાની અનુમતિ માંગી. બાદશાહે કહ્યું કે પણ આપના વિના મને ધર્મ સંભળાવશે કોણ? તેથી આપ આપના કોઈ શિષ્યને મૂકતા જાવ. બાદશાહના આગ્રહથી સૂરિજીએ સેનસૂરિ મહારાજને ત્યાં ને રાખીને ગુજરાત તરફ વિહાર કર્યો. બાપ કરતાં બેટા સવાયા હોય તે જ આ પ્રમાણે સૂરિજી કરતાં સેનસૂરિ મહારાજ સવાયા નીકળ્યા. બાદશાહે તેમને ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118