Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 26
________________ ૧૫ આ આરાધનાઓ સાર્થક કયારે બને ? મગજ જ્યારે બધા વિચારોથી ખાલી , બને ત્યારે જ. ચિત્તમાં અનંતકાળના અજ્ઞાનના અંધારા ભરેલા છે, વિષયો અને કષાયો ભરેલા છે આ અંધારાને દૂર કરવા માટે ફકત એક જ પ્રભુ નામ રૂપી કિરણની જરૂર છે. થોડા સમય માટે પણ જો પ્રભુ સાથે જોડાણ થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય. શ્રાવણ વદ-૧૧ અશકતા ભગવાન મલ્લિનાથ.... ધર્મનો અધિકારી માણસ કેવો હોવો જોઈએ તેને માટે પૂ. શાંતિસૂરીશ્વર મારાજ કહે છે કે માણસ અશઠ હોવો જોઈએ, તેનું જીવન નિર્દભ હોવું જોઈએ. માયા-કપટથી રહિત હોવું જોઈએ. માયાવી માણસ ધર્મ કરે તો પણ તે નિષ્ફળ જાય છે. અથવા તો હલકી યોનિમાં માણસને લઈ જનારો બને છે. ભગવાન મલ્લિનાથે પૂર્વજન્મમાં માયાથી આરાધના કરી હતી માટે સ્ત્રીપણું બાંધ્યું. પૂર્વજન્મમાં છ મિત્રો હતા. છએ મિત્રોએ સાથે દીક્ષા લીધી. ભગવાન મલ્લિનાથના જીવે વિચાર કર્યો કે હું બધાથી આગળ નીકળી જાઉં. પરંતુ જે તપ-જપ-ધ્યાન વગેરે કરતાં તે બધું જ છએ મિત્રો સાથે કરતા. તેથી આગળ નીકળવું કેવી રીતે ? ભગવાને આગળ નીકળવા માટે છૂપી રીતે તપ કરવા માંડ્યાં. બધા મિત્રો વાપરવા બેસી જાય પછી ભગવાન કહે કે મને બરાબર નથી તેથી હું ઉપવાસ કરું છું. આમ માયાથી-કપટથી કરેલા તપનું પરિણામ એ આવ્યું કે તેઓ પહેલા ગુણઠાણે આવી ઉભા. એટલે મિથ્યાત્વ અને સ્ત્રીપણું બાંધ્યું. આરાધના ખૂબ જ ઉંચી હતી પણ કપટથી ભરેલી હતી તેથી તીર્થંકર નામકર્મ બાંધ્યું પણ સ્ત્રીપણું ભેગું આવ્યું. દંભની બોલબાલા : આજે સમાજમાં મોટાભાગે દંભનું આચરણ ખૂબ વધી ગયું છે. માણસો કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118