________________
૧૨
- જીર્ણ થાય એટલે માણસ તેને રજા આપી ને નવું વસ્ત્ર પહેરે છે. પણ શું વસ્ત્ર બદલતાની સાથે તેનો સ્વભાવ બદલાય ખરો ? કોઈ માણસ શોકના સમયે કાળા વસ્ત્રો પહેર્યા તેથી શું તે કૃષ્ણલેશ્યાવાળો થઈ જાય? ધોળા પહેર્યા હોય તો તે શું શુકૂલલેશ્યાવાળો થઈ જાય ખરો? ના, વસ્ત્રો બદલાતા કાંઈ અંદર રહેલા જીવાત્મા બદલાતો નથી. તેમ તે-તે યોનિના શરીરરૂપી વસ્ત્રો બદલાતાં તેની અંદર રહેલા સ્વભાવમાં કાંઈ ફેરફાર થતો નથી. માટે તો આજે આપણે માનવ શરીરરૂપી વસ્ત્ર બદલ્યું પણ આપણી અંદર ૮૪ લાખ યોનિના સ્વભાવ પડયા છે. આ બધા સ્વભાવો આપણા અજાગ્રત મનમાં પડયા છે. નિમિત્ત મળતાં તે બહાર નીકળે છે. કોઈ બહુ બોલ--બોલ કરતું હોય તો આપણે નથી બોલતાં કે કૂતરાની જેમ શું ભસ-ભસ કરે છે ? આપણને કોઈ સાચી સલાહ આપવા આવે પણ આપણને રુચતી ન હોય તો આપણે એને ગધેડાની જેમ લાતો મારીએ કે ન મારીએ? આપણે સ્વભાવથી કૂતરાએ છીએ, ગધેડાએ છીએ. વીંછીએ છીએ, સાપે છીએ અને ગીધડાએ છીએ. ગીધ વૃક્ષની ઉંચામાં ઉંચી ડાળીએ બેસે અને સતત ચારે બાજુ એની નજર એનું ભક્ષ્ય શોધતી હોય તેમ આપણા બધાની નજર બીજાનું લૂંટવા માટે ફરી રહી છે કે નહીં? આ બધા કુસંસ્કારો જ આપણને ચારે ગતિમાં ભટકાવે છે, રખડાવે છે. પ્રભુશરણ-સ્મરણ :
આ અનાદિકાળના રુઢ થઈ ગયેલા સંસ્કારો કાઢવા કેવી રીતે ? શાસ્ત્રકારો કહે છે કે પ્રભુ સાથે જોડાણ કરો, તેના નામનું સતત રટણ કરો. તેના નામમાં ગજબની તાકાત રહેલી છે. પરંતુ પરમાત્માને ભૂલીને ચાલનારી આજની દુનિયા પાપની ગર્તામાં ધકેલાઈ રહી છે. પરમાત્માનું
શરણ અને પરમાત્માનું સ્મરણ તીર્થકર બનાવે છે. શ્રેણિક મહારાજે તો જીંદગીની શરૂઆતમાં ઘણાં પાપો કર્યા હતાં પણ જ્યાં તેમને સાચી દૃષ્ટિની 6 % પ્રાપ્તિ થઈ અને ભગવાન વીરના સ્મરણમાં લીન બન્યા તો તીર્થકર માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org