________________
- થોડી લઈ લો. સ્વજનો કહે છે કે તે જાતે તો તારા પગ પર કુહાડો માર્યો
અને હવે પીડાની બૂમો પાડે છે? વેદના કોઈ લઈ શકે ખરું? સુલસ કહે છે કે જો તમે મારી વેદનામાંથી ભાગ ન પડાવી શકતા હોય તો હું જે પાપો કરું તેમાંથી તમે કેવી રીતે ભાગ પડાવવાના? મારે પાપો કરીને નરકે જવું નથી. છેવટે અભયકુમારની સાથે ભગવાન પાસે જઈને શ્રાવકધર્મ સ્વીકારે છે અને અંતે દેવલોકને પામે છે. આમ પાપભીરૂ શ્રાવકે કુલક્રમથી આવેલો ધંધો પાપમય હોય તો કરવો જોઈએ નહીં. પાપથી ડરનારો જ ધર્મને આચરી શકે છે. પાપથી ડરનારો આત્મા અનેક અકાર્યોમાંથી બચી જાય છે. તે કયારેય કોઈનું બૂરું ઈચ્છી શકતો નથી. તેથી તેની હમેંશા ચડતી જ થાય છે. કોઈ તેના દુશ્મનો બનતા નથી. તેથી અજાતશત્રુ બનીને તે સારી રીતે ધર્મની આરાધના કરી શકે છે.
શ્રાવણ વદ - ૧૦ ચિત્ત જોડો પ્રભુ સાથે.... ભવો-સ્વભાવો :
ચેતનાના ત્રણ પ્રકાર છે. (૧) જાગ્રત (૨) અર્ધજાગ્રત (૩) અજાગ્રત (સુષુપ્ત) જાગ્રત અને અર્ધજાગ્રત ચેતના કરતાં અચેતન એટલે કે અજાગ્રત ચેતનામાં અનેક દોષો પડેલા છે. જેમ વરસાદ આવે અને જંગલમાં એકદમ ઘાસ ઉગી નીકળે છે તેમ અચેતન મનમાં પડેલી વાસનાઓ, કુસંસ્કારો નિમિત્ત મળતાં જ તરત જ બહાર આવે છે. આ જીવાત્મા અનેક યોનિમાં ભટકીને આવ્યો છે. સાપની યોનિમાં ફૂંફાડા માર્યા હશે... અનેકને કરડ્યો પણ હશે... વીંછીના ભાવમાં ડંખ માર્યા હશે, ગધેડાની યોનિમાં લાતો મારી હશે... કુતરાની યોનિમાં ભસ્યો હશે. આમ દરેક યોનિમાં તે - તે યોનિને અનુરૂપ તેના સ્વભાવો આચર્યા હશે. આયુષ્ય પુરું થતાં તે છે તે યોનિના શરીર છૂટી ગયા પણ સ્વભાવના જે ગાઢ સંસ્કારો પડેલા હતાં 6 શું તે અંદર રહી ગયા. શરીર અને જીવની વચ્ચે વસ્ત્ર જેવો સંબંધ છે. વસ્ત્ર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org