________________
આવી દુર્ગતિ થઈ. આ સાંભળીને રાણીઓને ખૂબ દુઃખ થયું, તેઓ કૂતરી
જ્યાં ફરતી હતી ત્યાં આવી અને કૂતરી સામે હાથ જોડીને ઉભી રહી ગઈ... કૂતરી આ બધી રાણીઓ સામે જોયા જ કરે છે. તેને એમ થાય છે કે આ બધાને મેં કયાંક જોયા છે... યાદ કરવા તે વિચારોમાં ખૂબ ઉંડી ઉતરી જાય છે. વિચારોમાં તે એટલી બધી ગરકાવ બની જાય છે કે જાણે તેને મૂર્છા આવી ગઈ. અંતે તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે. અને તે પોતાનો પૂર્વજન્મ નિહાળે છે. પૂર્વજન્મને જોતાં તેને ખૂબ આઘાત લાગે છે. આટલી ઉત્કૃષ્ટ આરાધના કરવા છતાં એક નાના અવગુણે મને
ક્યાં લાવીને મૂકી.... અને આઘાતથી તે અન્ન પાણી છોડી દે છે. મરીને સદ્ગતિને પામે છે... એક માન કષાય પણ જો માણસને દુર્ગતિમાં ફેંકી દેતો હોય તો ચારે કષાયોથી ભરપૂર જેનું જીવન હોય તેની શી દશા થાય?
ચારે કષાયો ચાર ગતિમાં વહેચાઈ ગયા છે. ક્રોધ મોટા ભાગે વિશેષ કરીને નારકીમાં રહેલો છે. માન કષાય વિશેષે કરીને મનુષ્યમાં રહેલો છે. પશુયોનિમાં મોટા ભાગે માયા રહેલી છે અને લોભ મુખ્યત્વે દેવયોનિમાં રહેલો છે. માન એ મીઠું ઝેર છે. માણસને ખ્યાલેય ન આવે અને ખતમ
કરી નાખે. ધર્મ કરનાર સુશ્રાવક કષાયથી મુક્ત હોય. શ્રાવણ વદ - ૯ પાપભીરતા સામાન્ય સર્જે વિશેષને... :
વિશેષનું સર્જન સામાન્યમાંથી થાય છે. માટીમાંથી ઘડો, પથ્થરમાંથી પ્રતિમા. માટી એ સામાન્ય છે ઘડો એ વિશેષ છે. પથ્થર એ સામાન્ય છે અને પ્રતિમા એ વિશેષ છે. માટી જ ન હોય તો ઘડો ક્યાંથી બને? પથ્થર જ ન હોય તો પ્રતિમા ક્યાંથી બને ? તેમ સામાન્ય ધર્મ ન હોય છે તો વિશેષ ધર્મ કેવી રીતે આવે? માટે પહેલાં સામાન્ય ધર્મમાં દાખલ થવું 6 હું જોઈએ. સામાન્ય ધર્મ બધાને લાગુ પડે છે તેમાં જીવન જીવવાની પદ્ધતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org