________________
बुद्ध्वा कल्याणत्रयमिह कृष्णोरुप्यरूक्ममणिबिंबम् ।
चैत्यत्रयमकृतायं, गिरिनारगिरीश्वरो जयति ॥ ६ ॥ અહીં (નેમિનાથના દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ) ત્રણ કલ્યાણકો જાણીને કૃષ્ણ રૂપાના, સોનાના અને મણિના બિમ્બવાળા ત્રણ ચૈત્યો કરાવ્યાં, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. || ૬ ||
पविना हरिर्यदन्तर्विधाय विवरं व्यधाद् रजतचैत्यम् ।
काश्चनबलानकमयं, गिरिनारगिरीश्वरो जयति ।। ७ ॥ જેના મધ્ય ભાગમાં ઈન્દ્ર વજ વડે છિદ્ર પાડીને કાંચનના બલાનકવાળું રૂપાનું ચૈત્ય બનાવ્યું તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ૭.
तन्मध्ये रत्नमयीं, प्रमाणवर्णान्वितां चकार हरिः ।
श्रीनेमेमूर्तिमसौ, गिरिनारगिरीश्वरो जयति ।। ८ ॥ એ (ચૈત્ય) ના મધ્યમાં ઈન્દ્રએ શ્રીનેમિની તેમના (દેહ) માન (ચાલીસ હાથની) અને વર્ણ પ્રમાણેની રત્નની મૂર્તિ (સ્થાપન) કરી. તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. | ૮ |
स्वकृतैतबिम्बयुत, हरिस्त्रिबिम्बं सुरैः समवसरणे ।
न्यद्धत यदन्तरसौ, गिरिनारगिरीश्वरो जयति ।। ९ ।। જે (ચૈત્ય) ના મધ્યામાં સમવસરણમાં ઈન્દ્ર સ્વકૃત બિમ્બયુક્ત બીજા ત્રણ બિમ્બો દેવો પાસે (સ્થાપન) કરાવ્યાં તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. / ૯ //
शिखरोपरि यत्राम्बा - अवलोकनशिरस्थरंगमंदपके |
शम्बो बलानकेऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १० ।। જેના શિખર ઉપર અવલોકનવાળા મસ્તક ઉપરના રંગમંડપમાં અંબા (ની મૂર્તિ) છે અને બલાનકમાં શ્રી શાંબ (ની મૂર્તિ) છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. / ૧૦ |
यत्र प्रद्युम्नपुरः सिद्धिविनायकसुरः प्रतिहारः।। चिन्तितसिद्धिकरोऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। ११ ॥
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org