________________
તેની શોભા જોતાં જગતની દષ્ટિ અન્યત્ર વિશ્રામ જ ન પામે. શ્રી નેમિપ્રભુના ચૈત્યના ગર્ભગૃહમાં ઉત્તર અને દક્ષિણ બાજુએ તેણે પોતાના પિતાની અને પિતામહ(દાદા)ની અયસ્થ મૂર્તિ કરાવી અને ત્યાં પોતાના માતાપિતાના શ્રેય નિમિત્તે શ્રી શાંતિનાથ તથા અજિતનાથ ભગવંતની કાયોત્સર્ગસ્થ મૂર્તિ કરાવી. વળી તે ચૈત્યના મંડપમાં જિનસ્નાત્રને માટે અગવડ પડતી જોઈને તેણે એક વિશાલ ઈંદ્રમંડપ કરાવ્યો. જ્યાં શ્રી નેમિપ્રભુની મહાઅદ્ભુત મૂર્તિ જોઈને સ્નાત્ર કરનાર આનંદમગ્ન થઈ ક્ષણભર બ્રહ્મસુખનો સ્વાદ લેતા હતા. જ્યાં નિર્ભય થઈને લીલાપૂર્વક નૃત્ય કરતી એવી ભાગ્યવતી દેવાંગનાઓ પોતાના સ્વામીનું રૂપ અને સૌભાગ્ય હરણ કરે છે અને વિનય સહિત જિનેશ્વરોને વંદન અને પ્રણામ કરતા મુનિઓ જ્યાં પોતાનાં કોટિભવનાં પાપ ખપાવે છે, માટે ત્રણે જગતમાં આ તીર્થ સમાન બીજું તીર્થ નથી.” એમ પોતાનો હાથ ઉચે કરીને જાણે કહેતી હોય એવી સંભસ્થ પૂતળીઓ ભાસતી હતી. વળી શ્રી નેમિનાથ તથા પોતાના વંશજોની મૂર્તિઓ યુક્ત તેણે એક મુખોદ્યાનક સ્તંભ કરાવ્યો. વળી ત્યાં પોતાના પિતા આશરાજની અને સોમવંશ પિતામહની અશ્વસ્થ મૂર્તિ તેણે કરાવી. વળી કુળરૂપ કરવને ચન્દ્રમાં સમાન એવા તેણે પ્રપામઠની પાસે સરસ્વતીની પ્રતિમા સહિત, પ્રશસ્તિયુક્ત અને પોતાના પૂર્વજોની મૂર્તિઓ સહિત ત્રણ દેવકુલિકા કરાવી. વળી ઉન્નત એવા શ્રી નેમિમંડપ પર પોતાના વિશાલ કુળમાં શ્રીમાન્ એવા તેણે કલ્યાણકળશ(સુવર્ણ કળશ) આરોપણ કર્યો. શ્રી અંબિકા દેવીના મંદિરમાં તેણે મંડપ કરાવ્યો અને ત્યાં આરસની એક દેવકુલિકા કરાવી. તેમજ પોતાના નિર્મળ યશ સમાન ઉજ્જવળ આરસથી તેણે ત્યાં આંબિકાનું પરિકર કરાવ્યું. તેના શિખર પર ચંડપના શ્રેય નિમિત્તે તેણે શ્રી નેમિપ્રભુની મૂર્તિ, ચંડપની રમ્યમૂર્તિ અને મલદેવની સુંદર મૂર્તિ કરાવી. વળી ચંડપ્રસાદના પુષ્યનિમિત્તે તેણે અવલોકના શિખર પર શ્રી નેમિપ્રભુની, ચંડપ્રસાદની અને પોતાની મૂર્તિ સ્થાપના કરી. પ્રદ્યુમ્ન શિખર પર સોમના શ્રેયનિમિત્તે તેણે શ્રી નેમિનાથની, સોમની અને તેજપાલની મૂર્તિ કરાવી, અને શાંબ શિખર પર તેણે પોતાના પિતાના શ્રેય નિમિત્તે શ્રી નેમિપ્રભુની, પિતાની અને માતાની મૂર્તિ ભક્તિપૂર્વક સ્થાપન કરાવી. વળી શ્રી તેજપાલમંત્રીએ કલ્યાણત્રિતય એવા નામથી પ્રસિદ્ધ શ્રી નેમિનાથભવનને આરસથી ઉન્નત કરાવ્યું, અને વિશેષજ્ઞ એવા તેણે તેના
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org