Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 115
________________ स्वरूपं दर्शयेन्नेमि:, स्थितस्तत्र बलानके ।।७३४।। पय:कुण्डानि सर्वाणि, तत्र मन्त्रीश्वरो व्याधात् । उदन्यादैन्यमालोक्य, तीर्थयात्रिकदेहिनाम् ।।७३५।। અર્થ - હવે અદ્ભુત ભાગ્યવંત એવા તે બંને મંત્રીઓએ શ્રી ગિરનાર તીર્થમાં જે ધર્મકૃત્યો કર્યા તે હવે સંક્ષેપથી કહું છું. શ્રી રૈવતાચલના શિખર પર શ્રી નેમિપ્રભુના ચૈત્યની પાછળ પોતાના શ્રેયનિમિત્તે શ્રી શત્રુંજયપતિ આદિનાથનું ચૈત્ય પાપને દૂર કરનાર એવું વસ્તુપાળવિહાર નામનું વાસ્તુનાપતિ વસ્તુપાળે કરાવ્યું. દેદીપ્યમાન એવા સુવર્ણ કુંભ તથા ફરકતી પતાકાયુક્ત, કૈલાસગિરિ સમાન ઉન્નત, દેવોને પણ આશ્ચર્ય પમાડે તેવું તે શ્રીમાન યુગાદિનાથનું ચૈત્ય જોતાં ક્યા મનસ્વી પુરુષના અંતરમાં પરમ આનંદ ન ઉભરાય? વળી તે ચૈત્યમાં અત્યંત પવિત્ર કાંતિયુક્ત અને દષ્ટિને એક મહોત્સવરૂપ એવી આદિનાથ પ્રભુની મૂર્તિ જોતાં ‘શું આ મૂર્તિ ઉજ્જવળ સુવર્ણના અથવા ચંદ્રમંડળના પરમાણુ દળ લઈને બનાવવામાં આવી છે કે ક્ષીરસાગરના ઉદાર કલ્લોલ લઈને બનાવવામાં આવી છે?' એવા વિકલ્પ થતા હતા. વળી પોતાના પૂર્વજોના શ્રેય નિમિત્તે મંત્રીશ્વરે શ્રી અજિતનાથ અને વાસુપૂજ્ય ભગવંતની મૂર્તિ સ્થાપન કરી, અને તેના રંગમંડપમાં તેણે મોટા પ્રમાણ યુક્ત ચંડપની મૂર્તિ, શ્રી વીરજિનનું બિંબ અને અંબિકાની મૂર્તિ કરાવી. ગર્ભગૃહના દ્વાર આગળ દક્ષિણ અને ઉત્તર બાજુએ પોતાની અને પોતાના અનુજ બંધુની ગજારૂઢ મૂર્તિ સ્થાપન કરાવી. તેની ડાબી બાજુએ લલિતા દેવીના શ્રેય નિમિત્તે તેણે પોતાના પૂર્વજોની મૂર્તિઓ સહિત સમેતશિખરની રચના કરાવી અને દક્ષિણ બાજુએ સૌખ્યલતાના શ્રેય નિમિત્તે પોતાની માતા અને બહેનની મૂર્તિઓ સહિત અષ્ટાપદની રચના કરાવી. વળી ત્રણે વિદ્યાના આશ્રયરૂપ એવા તેણે એ ત્રણે પ્રાસાદના ત્રણે જગતને આશ્ચર્ય પમાડે તેવાં ત્રણ તોરણ કરાવ્યાં. વળી સુજ્ઞ એવા તેણે વસ્તુપાલવિહારની પાછળ અનુત્તર વિમાન સમાન પર્દયક્ષનું એક મંદિર કરાવ્યું. વળી મરુદેવી માતાના મંદિરમાં માતૃભક્ત એવા તેણે પોતાની માતાની ગજેન્દ્રસ્થમૂર્તિ સ્થાપન કરાવી. તેમજ શ્રી નેમિનાથના ચૈત્યમાં ત્રિદ્વારમંડપના દરેક દ્વાર પર ચંદ્ર સમાન નિર્મળ પાષાણનાં ત્રણ તોરણ રચાવ્યાં. મંત્રીશ્વરે શ્રી નેમિનાથ ભવનના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દ્વારને તોરણો વડે એવાં તો સુશોભિત કરાવ્યાં કે ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118