Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 57
________________ દ્વારવાળો જિનપ્રાસાદ પ્રત્યેક દિશામાં અગિયાર અગિયાર મંડપોથી શોભી રહ્યો હતો. ત્રણ જગતના પતિનો તે પ્રાસાદ સર્વત્રતુના ઉદ્યાનો વડે તેમ જ ૧ બલાનક, ગોખ અને તોરણોથી સુંદર રીતે શોભતો હતો. સ્ફટિક મણિમય તે ચૈત્યમાં શ્રી નેમિનાથ ભગવંતની પાંડુર નેત્રવાળી નીલમણિમય મૂર્તિ શોભતી હતી. મુખ્ય શિખરથી એક યોજન નીચે પશ્ચિમદિશામાં નેમિનાથ પ્રભુના એ પ્રાસાદ જગતના ખેદને ભેદનારો હતો. ભરતેશ્વરે તે સ્થાને સ્વસ્તિકાવર્તક નામે શ્રી આદિનાથ ભગવંતનો ભવ્યજીવોના અજ્ઞાનરૂપી અંધકારને ટાળનારો વિશાલ જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં પણ વિમલાચળની જેમ બહારના ભાગમાં સુવર્ણ, રૂપ્ય, માણિક્ય, રત્ન અને ધાતુની જિનપ્રતિમાઓ દીપતી હતી. ત્યારબાદ ત્યાં અરિહંત પ્રભુની ભક્તિના સમૂહથી ભરતનરેશ્વરે ગણધરોની પાસે વિવિધ પ્રકારની સામગ્રીથી તેમની પ્રતિષ્ઠા કરાવી. હર્ષથી પ્રેરાયેલો ઈન્દ્ર ઐરાવણ પર બેસી આકાશમાર્ગે શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરવા માટે ત્યાં આવ્યો. ત્યાં ઐરાવણના બલવાન એક ચરણવડે પૃથ્વીને દબાવીને ઈન્દ્ર પ્રભુનાં પૂજનને માટે ગજેન્દ્રપદ (હાથીપગલું) નામે એક કુંડ કર્યો. તે કુંડમાં જેમના પ્રસરતા દિવ્યગંધમાં ભ્રમરાઓ લોભાતા હતા, એવા ત્રણ જગતની નદીઓના અભૂત પ્રવાહો પડવા લાગ્યા. જેના જળની આગળ સુધા-અમૃત મુધા થયું, શર્કરા(સાકર) કર્કરા(કાંકરા) થઈ, અગરુ(ધૂપ) અગુરુ(લઘુ) થયો, અને કસ્તૂરી સ્તુતિને અયોગ્ય થઈ. તેના સુગંધી જલ પાસે શ્રીખંડ (ચંદન) ખંડિત સુગંધવાળું થયું, સરસ્વતી અરસવતી (રસ વિનાની) થઈ અને સિંધુ બંધુરા (શ્રેષ્ઠ) ન થઈ. તેના સુંદર જળની આગળ ગંગા રંગ (આનંદ) માટે નથી, ક્ષીરોદ (ક્ષીરસાગર) લોદધારી (ઉજ્જવલ) નથી અને અચ્છોદ (નિર્મલ જળવાળું સરોવર) અચ્છોદ (નિર્મલ જળ)વાળું નથી એમ થયું. બીજા તીર્થોમાં દર્શન, સ્પર્શન અને આસેવન કરવાથી જે ફળ થાય, તે ફળ આ કુંડનાં જળવડે જિનાર્ચન કરવાથી થાય છે. આ કુંડ જ અજરામર પદ આપે છે, બીજા કોઈ આપતા નથી. તેથી દેવતાઓ જે અમૃતકુંડને વર્ણવે છે, તે આ ગજપદકુંડ આગળ વૃથા છે. દિવ્ય તીર્થજળવડે યુક્ત અને દોષથી મુક્ત એવા તે કુંડજળના સ્પર્શથી સર્વ આધિ તથા વ્યાધિ ક્ષય પામે છે. ધરણ નામના નાગેન્દ્ર નેમિનાથ પ્રભુ ઉપરની ભક્તિથી પોતાના વાહનરૂપ નાગ પાસે અનેક પ્રકારનાં પાણીનાં ઝરણાઓના ઝંકાર વડે ધ્વનિ કરતો એક બીજો કુંડ કરાવ્યો. લાખ્ખો નદીઓ અને લાખ્ખો હદોનાં પવિત્ર જલ જેમાં આવે છે એવો તે કુંડ ગિરનાર ગ્રંથોની ગોદમાં) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118