Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 109
________________ જે મનુષ્ય પોતાના ન્યાયોપાર્જિત વિત્તથી વિધિપૂર્વક યાત્રા કરે છે તેને ધન્ય છે તે મહામંત્રિના હવે સમ્યગ્યાત્રાનો વિધિ કહું તે સાંભળો, કે જે વિધિપૂર્વક યાત્રા કરવાથી પુરુષોને મુક્તિ પ્રાપ્ત થાય છે. તે વિધિ આ પ્રમાણે - જે માતાપિતાનો ભક્ત હોય, સ્વજન અને પરજનને આનંદ આપનાર હોય, પ્રશાંત અને શ્રદ્ધાળુ હોય, શુદ્ધ બુદ્ધિ, મદ અને કલહરહિત , સદાચારી અને દાતા હોય, અક્ષોભ્ય, મુમુક્ષુ, પરમાં ગુણના ઉત્કર્ષને જોઈ આનંદ પામનાર અને કૃપાળુ હોય, ખરેખર ! સાક્ષાત્ દૈવત સમાન એવો તે પુરુષ સંઘપતિના પદનો અધિકારી થઈ શકે છે. વળી યાત્રાફળને ઈચ્છનારા સંઘપતિએ મિથ્યાત્વીઓનો સંસર્ગ અને તેમનાં વચનમાં કિંચિત્ આદર પણ ન કરવો. તેણે પરતીર્થ કે પરતીર્થીની નિંદા કે સ્તુતિ ન કરવી અને સભ્યત્વને ધારણ કરતા એવા તેણે માર્ગમાં ત્રિવિધ શીલ પાળવું. પોતાના બંધુઓ કરતાં પણ યાત્રિકજનોને અધિક સ્નેહથી નીહાળવા અને પોતાની શક્તિ તથા દ્રવ્યથી તેણે સર્વત્ર અમારિ પડહ વગડાવવો. વળી ચતુર્વિધ સંઘ સહિત શાંત મનથી રથમાં બિરાજેલા પ્રભુના પૂજાદિ મહોત્સવો કરવા, જિનભક્તિથી પૂર્ણ એવા સુથાવકોની અને સાધુઓની વસ્ત્ર, અન્ન અને નમનાદિકથી સદા ભક્તિ કરવી, માર્ગમાં સ્થાને સ્થાને સ્નાત્ર અને ધ્વજારોપણાદિ મહોત્સવો કરવા, ધર્મને બાધા કરનારાઓને પોતાની શક્તિથી દૂર કરવા, પાક્ષિકાદિક પર્વોમાં સામાયિક, પૌષધ તથા જિનપૂજનાદિક ધર્મકાર્યો વિશેષ કરવાં, માર્ગમાં ગામ અને નગરાદિકમાં શ્રાવક લોકોને સીદાતા જોઈને ગુસ ઘનદાનથી તેમને આ ધર્મમાં સ્થિર કરવા, પોતાની શક્તિ પ્રમાણે અતિથિઓનો સત્કાર કરવો અને પશુઓને પણ વસ્ત્રથી ગળેલું પાણી પીવરાવવું-એ સર્વ સંઘપતિનાં કર્તવ્યો છે. વળી યાત્રિકોએ પણ વિકથા અને કલહાદિક ન કરવા, ઘાસ, શાક અને ફળાદિક અદત્ત ન લેવાં, પોતાનો નિર્વાહ ન થતો હોય તો પણ ખોટાં તોલ કે માપ ન કરવાં, ક્ય વિક્રય કરતાં પારકું એક માટીનું ઢેરું માત્ર પણ વિશેષ ન લેવું, કેમકે અન્ય સ્થાને કરેલ પાપ યાત્રા કરતાં નષ્ટ થાય છે, પણ યાત્રા કરતાં પાપ કરવામાં આવે છે તો તે વજલેપ સમાન થાય છે. ફળના અર્થી તીર્થયાત્રા કરનારાઓએ સત્યેત્રમાં સર્બીજની જેમ પોતાનું ન્યાયોપાર્જિત ધન ધર્મમાં વાપરવું. આવા પ્રકારની વિધિથી નિષ્કપટ ભાવે ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118