Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 110
________________ યાત્રા કરવાથી ઘોર પાપ પણ નષ્ટ થઈ ભવાંતરમાં મુક્તિ મળે છે. કહ્યું છે કે – ‘ક્ષિતિતલના તિલક સમાન, રમ્યતા અને સંપત્તિના સ્થાનરૂપ, ત્રિભુવનમાં પૂજિત અને લ્યાણના પાત્રરૂપ એવો સુરાષ્ટ્ર નામે દેશ છે. ચપળ કલ્લોલરૂપ હાથ વડે પશ્ચિમ સમુદ્ર જેનું સ્કુરાયમાન એવા અતિશય ફેનથી અદ્ભુત લવણ ઉતારીને તેના તમામ દષ્ટિદોષોને હરે છે. તે દેશમાં આવેલા શ્રીશત્રુંજય તથા રૈવતાચલ તીર્થ પર જે પ્રાણી દાન, તપ, બ્રહ્મચર્ય અને દયામાં આદર લાવી યુક્તિપૂર્વક યાત્રોત્સવ કરે છે તે એ તીર્થના અતિશયથી દુષ્કર્મને ધ્વસ્ત કરી કોઈ જન્મમાં પણ નરક કે તિર્યંચગતિ તો પામતો જ નથી. એ પ્રમાણે ત્રણે લોકમાં પ્રસિદ્ધ એવા શ્રીવિમલાચલ તથા રૈવતાચલ તીર્થ પર જે સમ્યગ્દષ્ટિ પ્રાણીઓ સદ્ગતમાં રક્ત થઈ પોતાના ન્યાયપાર્જિત વિત્તથી વિધિપૂર્વક યાત્રોત્સવ કરે છે તેઓ અનુક્રમે હર્ષોત્કર્ષની સખીરૂપ તીર્થંકર પદવીને પામે છે. તે પ૫૧ થી ૬૧૧ | પણ પ્રસ્તાવ श्रीनेमिनाथेन जिनेश्वरेण, पवित्रिते यत्र धराधरेन्द्र। हिंसा: समुज्झन्ति पर:सहस्त्राः , स्वभावसिद्धामपि वैरबुद्धिम् ।।५६७ ।। શ્રી નેમિનાથ જિનેશ્વરથી પાવન થયેલા એવા તે ગિરનારગિરિ પર હજારોથી અધિક પ્રાણીઓ સ્વભાવમાં વણાયેલી એવી પણ વૈરબુદ્ધિને છોડી દે છે. कल्पद्रुमस्तरूरसौ तरवस्तथान्ये, चिन्तामणिमणिरसौ मणयस्तथान्ये। धिग्जातिमेव ददृशे बत यत्र नेमिः, श्रीरैवतेशदिवसो दिवसास्तथान्ये।।६०९ ।। આ નેમિનાથ ભગવાન જ કલ્પવૃક્ષ છે ! બીજા માત્ર વૃક્ષો છે. આ નેમિનાથ ભગવાન જ ચિંતામણી રત્ન છે, અન્ય માત્ર મણિ છે. નેમનાથ ભગવાન જેતા બ્રાહ્મણનું જ દર્શન થયું એવું લાગે. નેમનાથ ભગવાનનું દર્શન થયું હોય તે જ દિવસ રૈવતેશદિવસ છે, બાકીના માત્ર સામાન્ય દિવસો છે. 'ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118