Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh
View full book text
________________
પરમ તીર્થ છે, એનું નિરંતર સ્મરણ કરતાં પાપાત્મા પણ મોક્ષને મેળવે છે. ગત ઉત્સર્પિણીમાં સાગર ભગવંતના મુખકમળથી પુરાતન ઇંદ્ર એવો વૃત્તાંત સાંભળ્યો કે –
ભાવિ અવસર્પિણીમાં બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથનું ગણધરપદ પામીને તું આ સંસારથી મુક્ત થઈશ.” આથી તે શદ્ર વજરત્નની નેમિનાથ પ્રભુની નિર્મળ મૂર્તિ કરાવીને અનેક મહોત્સવ પૂર્વક ભક્તિથી સ્વસ્થાને તેનું પૂજન કર્યું. પછી પોતાના આયુષ્યના પ્રાંત સમયે ગિરનારગિરિની નીચે અમરશક્તિથી એક સુવર્ણનું દિવ્યમંદિર બનાવીને અન્ય બિંબો સાથે તે મૂર્તિ તેણે ત્યાં સ્થાપન કરી, તે મૂર્તિની અત્યારે પણ દેવો ત્યાં સદા પૂજા કરે છે, તેથી એ મહાતીર્થ સર્વ પાપનું હરણ કરનાર કહેવામાં આવેલ છે. શત્રુંજય તીર્થને અને એ તીર્થને વંદન કરતાં સમાન ફળ મળે છે. એ સુતીર્થની સિદ્ધાંતોક્ત વિધિપૂર્વક એક વાર પણ યાત્રા કરવામાં આવે તો અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે અને અન્યત્ર રહીને એ ગિરીશ્વરનું ધ્યાન કરતાં પણ જીવ આગામી ચતુર્થ ભાવમાં કેવળી થાય છે.”
આ પ્રમાણેની ઇંદ્ર મહારાજની વાણી સાંભળીને ભરતેશ્વર તરત જ સંઘ સહિત રૈવતાચલની યાત્રા કરવા ચાલ્યા. ત્યાં ભાવિ તીર્થંકર શ્રીનેમિનાથનાં ત્રણ કલ્યાણક થવાનાં છે એમ જાણીને તેણે ત્યાં એક સુવર્ણનો મોટો ‘સુરસુંદર’ નામે પ્રાસાદ કરાવ્યો. ઉચા અગિયાર મંડપો તથા ચારે દિશાઓ ચાર દ્વારોથી તે અધિક શોભતો હતો. ત્યાં ભવ્ય જનોનો જાણે સાક્ષાત્ પુણ્યરાશિ હોય એવી અને શુભને સૂચવનારી શ્રીનેમિનાથ પરમાત્માની નીલરત્નમય (શ્યામ) મનહર મૂર્તિ તેણે સ્થાપના કરી. પછી ઈંદ્ર સહિત હસ્તિપદ કુંડમાં સ્નાન કરીને સત્કૃત્યોની સ્થિતિ પૂર્વક ભરતેશ્વરે શ્રીનેમિનાથ ભગવંતનું પૂજન કર્યું. ત્યાર પછી સંઘવાત્સલ્ય કરીને ભરતમહારાજે રત્ન, વસ્ત્ર અને અલંકાર વિગેરેથી શ્રીસંઘનો સત્કાર કર્યો.
ભરતેશ્વરની પછી તેમના પુત્ર આદિત્યયશા વિગેરે પુણ્યસંપત્તિયુક્ત અસંખ્ય રાજાઓ સંઘપતિ થયા. તે વસ્તુપાલ ! આ કલિયુગમાં તેમનો માર્ગ પ્રકાશિત કરવાનું સામર્થ્ય વિશ્વના સૂર્યરૂપ એવા તમારામાં છે એમ અમારા જોવામાં આવે છે, માટે રવિ સમાન ભાસુર એવા એ બંને તીર્થોની જગત ઉલ્લાસ પામે એવી રીતે યાત્રા કરવી તમારે ઉચિત છે સમસ્ત લોકને પાવન કરનાર એવા શ્રી પુંડરીકાચલ તથા રૈવતાચલની
''ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118