Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 66
________________ વાંસના વાઘથી, કિન્નરીઓના ગીતથી અને ઝરણાંના ઝંકારથી પોતાની મેળે ઉત્પન્ન થયેલું ત્રણ પ્રકારનું સંગીત હંમેશાં જેની સેવા કરે છે; જેની ચોતરફ ચારે દિશાઓમાં ચાર ગતિરૂપ ભવદુઃખથી રક્ષા કરવામાં ચતુર એવા પર્વતો શોભી રહ્યા છે, જેની ચારે દિશાઓમાં ઉલ્લાસ પામતા સ્વચ્છ જલવડે પાપરૂપ મોટી આપત્તિને છેદનારી ચાર મહાનદીઓ રહેલી છે; જ્યાં હાથીપગલાં વગેરે પવિત્ર કુંડો દેવતાઓએ અમરપણા માટે જાણે અમૃતથી ભરેલા હોય તેવા પરિપૂર્ણ શોભે છે; પોતાની પાસે યાચનાર પ્રાણીઓનાં દુઃખને હણવાને અને મોક્ષદાનનો અભ્યાસ કરવા માટે હોય તેમ કલ્પવૃક્ષો જ્યાં પોતે આવીને નિવાસ કરી રહેલા છે; સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વ ઈચ્છિતફલને આપનારી પણ પુણ્યહીન પ્રાણીઓને નહિ દેખાતી રસકૂપિકા જ્યાં રહેલી છે; જ્યાં પવિત્ર જળના ભ્રમ વડે સરોવરો, પ્રાણીઓનાં મોટાં પાપકર્મોને ક્ષણમાં ક્ષય કરે છે અને સુખનાં સ્થાનોને આપે છે, જ્યાં કમલોનાં ઉદયના મિષથી કમલાલક્ષ્મીનો ઉદય કરનારા મનોહર જલના દ્રહો કમલોના વિકાશથી અતિવર્ષ આપે છે; જ્યના દ્રહો રાજહંસ-પદ માટે ઉપાસવા યોગ્ય છે, રાજહંસપદ(સિદ્ધિપદ)ને આપનારા છે અને તેઓમાં રાજહંસપદની પ્રાપ્તિ કરનાર કુમુદ(કમળો) વિકાશી રહેલા છે-એવો એ સિદ્ધગિરિના શિખર ઉપર રૈવતગિરિ સ્મરણ કરવાથી સુખ આપે છે. દર્શનથી કષ્ટ હરે છે અને સ્પર્શ કરવાથી ઈષ્ટવસ્તુને આપે છે. શ્રીમાન્ નેમિનાથ પ્રભુ બીજા પર્વતોને છોડી, જેનો સર્વદા આશ્રય કરીને રહેલા છે, તે રૈવતગિરિનું વિશેષ શું વર્ણન કરવું ? અર્થાત્ તેના મહિમાનું વર્ણન કરવું અશક્ય છે. જેવી રીતે શત્રુંજય પર દાન આપવાથી અને તપશ્ચર્યા કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે અહીં પણ તે કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. સમુદ્રની રેતીના રજકણની સંખ્યા ગણવાને સમર્થ એવી બૃહસ્પતિની જિદ્વા પણ જેના લોકોત્તર ગુણગ્રામને કહેવા સમર્થ નથી. ૧ થી ૪ လလလလလလလလလလလလ સર્ગઃ ૧૩ पुण्डरीकगिरेः शृङ्गमेतन्मुख्यं हि काञ्चनम्। मन्दारकल्पवृक्षाद्यैरावृतं तरुभिर्वरैः ।। २५।। सम्पातिर्निझरैधौतपातकं प्राणिनां सदा। स्पर्शतोऽपि महातीर्थमेतद्धत्यां व्यपोहति ॥ २६ ॥ ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118