Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 96
________________ શ્રી મેરૂતુક્રાચાર્ય વિર્ણચત પ્રબન્ધ ચિંતામણિ. तदनन्तरं महं० जाम्बान्वयस्य सज्जनदण्डाधिपते: श्रीसिद्धराजेन योग्यतया सुराष्ट्राविषयव्यापारो नियुक्तः । तेन स्वामिनमविज्ञाप्यैव वर्षत्रयोद्ग्राहितेन श्रीमदुजयन्ते श्रीनेमीश्वरस्य काष्ठमयं प्रासादमपनीय नूतन: शैलमय: प्रासाद: कारित: । चतुर्थे वर्षे सामन्तचतुष्टयं प्रस्थाप्य सज्जनदण्डाधिपतिं श्रीपत्तने समानीय राज्ञा वर्षत्रयोद्ग्रा हितद्रव्ये याच्यमाने सहसमानीततद्देशव्यवहारिणां पार्धात्तावति द्रव्ये उपढौक्यमाने 'स्वामी उज्जयन्तप्रासादजीर्णोद्वारपुण्यमुद्ग्राहितद्रव्यं वा द्वयोरेकमवधारयतु' तेनेति विज्ञप्तः श्रीसिद्धराज अतुलतबुद्धिकौशलेन चमत्कृतचित्तस्तीर्थोद्धारपुण्यमेवोररीचकार। स पुनस्तस्य देशस्याधिकारमधिगम्य शत्रुञ्जयोज्जयन्ततीर्थयोदशयोजनायामं दुकूलमयं महाध्वजं ददौ ।।१०७॥ || તિ રેવતોદ્ધારપ્રવ: || અર્થ - પછી મહંજામ્બના વંશના સજજન દંડાધિપતિને યોગ્ય જાણીને સોરઠનો કારભાર શ્રી સિદ્ધરાજે સોંપ્યો. તેણે મહારાજાને જણાવ્યા વિના ત્રણ વર્ષની આવક વાપરીને શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિનાથનું લાકડાનું મંદિર કાઢી નાખી તેની જગ્યાએ નવું પથ્થરનું મંદિર કરાવ્યું. ચોથે વર્ષે ચાર સામન્તોને મોકલીને સજ્જન દંડાધિપતિને પાટણમાં તેડાવ્યો અને તેની પાસે રાજાએ ત્રણ વર્ષની આવકની માગણી કરી. ત્યારે તેણે તે (સોરઠ) દેશના વેપારીઓ પાસેથી તેટલું દ્રવ્ય લઈ રાજા આગળ મુક્યું અને “એ દ્રવ્ય અથવા ગિરનારના મંદિરના જીર્ણોદ્ધારનું પુણ્ય બેમાંથી જે ઠીક પડે એક આપ લ્યો.” એમ રાજાને કહ્યું. આ વચનથી તેની બુદ્ધિ કુશળતા જોઈને ખુશ થયેલા શ્રી સિદ્ધરાજે તીર્થોદ્ધારનું પુણ્ય જ સ્વીકારી લીધું. અને તેણે(સજ્જને) તે દેશનો અધિકાર ફરી પ્રાપ્ત કરીને બાર બાર યોજનનાં શત્રુંજય તથા ગિરનાર બેય તીર્થોને કપડાંની ધજાઓ આપી. આ રૈવતકોદ્વાર પ્રબંધ પૂરો થયો. अर्थ भूयः सोमेश्वरयात्रायाः प्रत्यावृत्त: श्रीसिद्धाधिपो रैवतोपत्यकायां ગિરનાર ગ્રંથોની ગોદમાં ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118