________________
व्याख्यायामन्यदा श्रीमच्छत्रुञ्जयगिरेः स्तवम्।
श्रीमद्रैवतकस्यापि प्रभुराह नृपाग्रत: ।।८३९ ।। અર્થ - એકવાર રાજાની આગળ શ્રી હેમચંદ્રસૂરિ ગુરુએ વ્યાખ્યાન કરતાં શ્રી શત્રુંજયની સ્તુતિ અને શ્રી રેવતાચલની પણ સ્તુતિ કરી.
cococco
विमलाद्रौ जिनाधीशं नमश्चकेऽतिभक्तित: ।
निजानुमानतोऽभ्यर्च्य ययौ रैवतकाचलम् ।।८४६।। दुरारोहं गुरुं पद्याभावाद् दृष्ट्वा स वाग्भटम्।
मन्त्रिणं तद् विधानाय समादिक्षत् स तां दधौ ।।८४७।। तत्र छत्रशिलाशङ्कावशाच्छैलाधिरोहणम् ।
राज्ञो विघ्नाय तदधोभूस्थ: श्रीनेमिमार्चयत् ।।८४८।। ततो व्यावृत्य स प्राप नगरं स्वं नराधिपः।
जैनयात्रोत्सवं कृत्वा मेने स्वं पुण्यपूरितम् ।।८४९ ।। અર્થ :- પછી અતિ ભક્તિપૂર્વક રાજાએ વિમલાચલ પર ભગવંતને વંદન કર્યું અને પોતાના પ્રભુત્વ પ્રમાણે પૂજા કરીને તે રેવતાચલ પર ગયો. ત્યાં પગથીયા વિના તે પર્વત દુરારોહ (દુઃખે ચડી શકાય તેવો) જોઈને પોતાના વાગભટ મંત્રીને તે પગથીયા બનાવવા માટે તેણે આદેશ કર્યો એટલે મંત્રીએ તે પ્રમાણે સુગમ માર્ગ તૈયાર કરાવ્યો. તે વખતે મોટી-મોટી શિલાઓને લીધે પર્વત પર આરોહણ કરવાનું દુષ્કર સમજીને રાજાએ ભૂમિ(તળેટી)માં રહેતા જ શ્રી નેમિનાથ ભગવંતની પૂજા કરી, પછી ત્યાંથી પાછા ફરીને રાજા પોતાના નગરમાં આવ્યો અને ત્યાં જિનયાત્રાનો મહોત્સવ કરીને તે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યો.
ગિરનાર ગ્રંથોની ગોદમાં
ક.
૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org