Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 92
________________ चक्रे चतुर्विधाऽऽहारक्षपणं च क्रियापरः ॥ ४५ ॥ यतः- “अह्नो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । निशाभोजनदोषज्ञोऽश्नात्यसौ पुण्यभाजनम् ||१०८ ।। प्रातः कृतोपवासानां भुक्तिभक्तिपुरस्सरम् । षष्ठपारणकृत्सङ्घवात्सल्यं स व्यधान्महत् ॥४६॥ हित्वा हेमघटी: सर्वा:, लक्षा एकादशापराः । व्ययित्वा रूपटङ्कानां, सोऽथायासीन्निजालयम् ।।४७।। ।। રૂતિ પેથડતીર્થક્રયયાત્રાપ્રવન્ધ: II અર્થ :- આવી અનેક યુક્તિઓ વડે તે બન્ને સંઘપતિઓ વિવાદ કરવા લાગ્યા તે વખતે ચતુરાઈવાળા અને વિચારવાળા બે પ્રકારના વૃદ્ધો તેમનો વિવાદ દૂર કરવા બોલ્યા : કોઈકે કહ્યું છે કે - ‘‘હે વાર્ધક ! આજે દેવયોગે તારૂં આગમન થયું તે ઘણું સારૂં થયું. ઘણે કાળે પૂર્ણ આયુષ્યવાળો પુરૂષ જ તને દેખી શકે છે. તારા સંગથી કેવળ વાળ જ શ્વેત થાય છે એમ નથી; પરંતુ બુદ્ધિ પણ ઉજ્જવળ થાય છે, દુર્લભ વૈરાગ્ય પણ સુલભ થાય છે. સજ્જનોને વિષે માન્યતા થાય છે અને પુણ્યકાર્યમાં મતિ પ્રવર્તે છે. ઈત્યાદિક તારા કેટલા ગુણો અમે કહી શકીએ ?’’ તમો બન્ને સંઘપતિઓ વાદનો ત્યાગ કરી એક સાથે જ આ ગિરિ પર ચડો. પછી ઈંદ્રમાળ પહેરવાને વખતે જે વધારે ધન બોલે તેનું આ તીર્થ સમજવું. કેમકે ક્ષત્રિયો શસ્ત્રથી યુદ્ધ કરે છે, પંડિતો શાસ્ત્રોથી યુદ્ધ કરે છે, વેપારીઓ પૈસાથી કલહ કરે છે, હલકા માણસો હાથ વડે કલહ કરે છે, સ્ત્રીઓ ગાળો વડે કલહ કરે છે, અને પશુઓ શીંગડાં વડે કલહ કરે છે, માટે આપણો કલહ ધનથી જ હોઈ શકે છે.’’ આ પ્રમાણે વૃદ્ધોએ કરેલી વ્યવસ્થાને તે બન્નેએ અંગીકાર કરી પછી તીર્થને પોતાનું કરવા ઉદ્યમવાળા થઈ તે બન્ને સંઘ સહિત રૈવતાચલ ઉપર ચડચા. સર્વ લોકો રોમાંચ સહિત થઈ હર્ષ વડે શ્રીનેમિનાથને નમ્યા અને સ્નાત્ર, પૂજા, ધ્વજારોપણ, નૃત્ય અને સ્તુતિ વિગેરે અનેક પ્રકારની ભક્તિ કરવા લાગ્યા. પછી ઈંદ્રમાળ પહેરવાને સમયે સર્વ સંઘના લોકો કૌતુકવાળા થયા. તે વખતે ગિરનાર: ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only ૮૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118