Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 60
________________ પૂર્વદિશામાં શ્રીદગિરિ અને સિદ્ધગિરિની વચ્ચે જેમાં દેવતાઓનો સમૂહ ક્રીડા કરે છે, એવી ઉદયંતી નામે વિખ્યાત નદી છે. દક્ષિણદિશામાં મોટા દ્રહોથી શોભિત, ઘણા પ્રભાવને ઉત્પન્ન કરનારી અને દુષ્ટ દોષોને ટાળનારી ઉજ્જયંતી નામે નદી છે. પશ્ચિમદિશામાં મનોહર દ્રહોના સમૂહથી અતિ શુદ્ધિને આપનારી સુવર્ણરેખા નામે યથાર્થ નામવાળી ઉજ્જવલ નદી છે, ઉત્તર દિશામાં ઉછળતા કલ્લોલ અને કમલોવાળી તેમ જ તીર્થસંગથી દીનજનની દીનતાને હરનારી લોલા નામે નદી છે. આ બધી મનોહર દ્રહોવડે ઉજ્જવલ એવી નદીઓ પૂર્વોક્ત પર્વતોમાંથી પ્રગટ થયેલી છે. તે સિવાય અન્ય પણ નદીઓ અને દ્રહો ત્યાં રહેલા છે. તેમજ વિદ્યાધરો, દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોત-પોતાની ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અહિં નિવાસ કરે છે. II ૮૬૨ થી ૮૮૮ ॥ ܀܀܀܀܀ પછી એક માસને અંતે ભરતચક્રવર્તી પોતાના મનને ત્યાં મૂકી આનંદપૂર્વક દેવ તથા મનુષ્યોના સમૂહની સાથે તે સુવર્ણગિરિના શિખર ઉપરથી નીચે ઊતર્યા.।।૯૨૩।। ܀܀܀܀܀ માર્ગે આગળ ચાલતાં ચાલતાં પણ ભરતચક્રવર્તી પોતાની ડોકને વાંકી વાળીને રૈવતાચલગિરિને જોવા લાગ્યા, અને મસ્તક ધૂણાવીને આ પ્રમાણે તે ગિરિરાજની સ્તુતિ કરવા લાગ્યા. ‘અહા ! આ પર્વત મેરુ, રોહણ અને વૈતાઢયગિરિના સારથી જ નિર્દેલો હોય એમ લાગે છે ; નહિ તો તે સુવર્ણમય, રત્નમય અને રૂપ્યમય ક્યાંથી હોય ? આ ગિરિરાજના શિખર પર રહેલા કલ્પવૃક્ષો યાચકોનાં ઈચ્છિતને પૂરે છે, તે આ ગિરિનો જ મહિમા છે. આ દેશનું સુરાષ્ટ્ર એવું જે નામ છે તે યુક્ત જ છે ; કારણ કે શત્રુંજય અને ઉજ્જયંત વગેરે ઉત્કૃષ્ટ તીર્થો અહીં જ રહેલા છે. અહીં રહેલ ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભૂમિઓ સર્વે અન્ય સ્થાને રહેલા એક તીર્થની જેમ તીર્થપણાને પામે છે, અર્થાત્ સર્વ તીર્થમય છે. સર્વ દેશોમાં ઉત્તમ દેશ અને સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ એવો સુરાષ્ટ્ર દેશ માતાની જેમ શરણે આવેલાને રક્ષણ આપનાર છે. ॥ ૯૩૧ થી ૯૩૬।। Jain Education International CO –૦૦ ૦૦ ગિરનાર: ગ્રંથોની ગોદમાં For Personal & Private Use Only ૫૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118