________________
રાજાઓની સમક્ષ કુમારીઓએ ઉચ્ચારેલી ગાથા વડે ( આ પર્વત શ્વેતાંબરોનો છે એમ સિદ્ધ કરી આપીને) અંબા (દેવી) એ દિગમ્બરો પાસેથી (લઈને) જેને શ્રી સંઘને સદા માટે સમર્પણ કર્યા, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ॥ ૨૨ |
नित्यानुष्ठानान्ततोऽनुसमयं समस्तसंघेन ।
यः पठयतेऽनिशमसौ गिरिनारगिरीश्वरो जयति ॥ २३ ॥
ત્યારથી (માંડીને) નિત્ય ક્રિયા કરતાં આખો સંઘ જે ગાથાનો નિરંતર પાઠ કરે છે, તે (ગાથા – વિષયક) ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. II ૨૩ I
दीक्षाज्ञानध्यानव्याख्यानशिवावलोकनस्थाने ।
प्रभुचैत्यपावितोऽसौ गिरिनारगिरीश्वरो जयति ॥ २४ ॥
દીક્ષા, જ્ઞાન, ધ્યાન, વ્યાખ્યાન તથા મોક્ષના દર્શનને સ્થાને જે પ્રભુના ચૈત્યથી પવિત્ર બન્યો છે, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ॥ ૨૪ ॥
'
राजीमतीचन्द्रदरी - गजेन्द्रपदकुण्डनागझर्यादौ । ય: પ્રભુમૂર્તિયુતોડયું, શિરિનારગિરીશ્વરો નયતિ ।। ૨૬॥
રાજીમતીની ગુફા, ચન્દ્ર ગુફા, ગજેન્દ્રપદ કુંડ, નાગઝરી ઈત્યાદિ (સ્થળે) જે પ્રભુની પ્રતિમાથી યુક્ત છે, તે ગિરિનાર ગિરિશ્વર જય પામે છે. ॥ ૨૫ ॥
छत्राक्षरघण्टाञ्जन - बिन्दुशिवशिलादि यत्र हार्यति । कल्याणकारणमयं, गिरिनारगिरीश्वरो जयति ।। २६ ।।
જ્યાં છત્ર, અક્ષર, ઘંટ, અંજન, બિન્દુ, શિવ ઈત્યાદિ શિલા(સ્થળો) મનોહર તેમજ કલ્યાણનાં કારણરૂપ છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ॥ ૨૬ ॥
याकुड्यमात्यसज्जन - दण्डेशाद्या अपि व्यधुर्यत्र । नेमिभवनोद्धृतिमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २७ ॥
યાકુડી મંત્રી તથા સજ્જન દંડનાયક (ઉત્તમજનોએ) પણ જ્યાં નેમિ ચૈત્યોનો ઉદ્ધાર કર્યો તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ॥ ૨૭ II
कल्याणत्रयचैत्यं, तेजपालो न्यवीविशन्मन्त्री ।
यन्मेखलागतमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २८ ॥
ગિરનાર: ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
૧૦
www.jainelibrary.org