Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 21
________________ કૃષ્ણ જેવા સાત યાદવો છે. જેમનાં નામ આ પ્રમાણે - કાલમેહ, મેઘનાદ, ગિરિવિદારણ, કપાટ, સિંહનાદ, ખોડિક અને રૈવત. તીવ્ર તપ કરવા વડે ક્ષેત્રપાળ તરીકે ઉત્પન્ન થયા ! તેમાં મેઘનાથ સમ્યગ્દષ્ટિ અને નેમિનાથ નો ભક્ત હતો – ગિરિ વિદારણે કંચન બલાનક માં પાંચ ઉદ્ધાર કરાવ્યા. ત્યાં અંબાદેવી થી આગળ ઉત્તર દિશામાં ૧૦૭ પદ ક્રમ (ડગલાં) આગળ જઈએ ત્યારે એક ગુફા આવે છે. તેમાં ત્રણ ઉપવાસ કરી બલિવિધાન પૂર્વક શિલા ઉપાડવાથી તેની મધ્યે ગિરિ વિદારણની પ્રતિમાના દર્શન થાય છે. ત્યાંથી પચાસ ડગલાં આગળ જઈએ ત્યારે બલદેવ વડે કરાયેલી શાશ્વત જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કરીને ઉત્તર દિશામાં પચાસ ડગલાં આગળ જઈએ ત્યારે ત્રણ નાની નાની બારીઓ આવે છે. પહેલી બારીમાં ત્રણસો પગલાં આગળ જઈને ગોદોહિકા આરસને પ્રવેશ કરીને, પાંચ ઉપવાસ કરીને, ભ્રમરરૂપ વાળા લાકડાને સત્ત્વવડે ઉપાડીને સાત ડગલાં નીચે જઈએ ત્યારે બલાનક મંડપમાં ઈન્દ્રનાં આદેશ વડે ધનદ યક્ષ દ્વારા કરાયેલી અંબાદેવી ને પૂજીને સોનાની જાલિમાં સ્થાપના કરાવી. ત્યાં ઉભા રહીને મૂળનાયક શ્રી નેમિ જિનેશ્વરને વંદન કરવા. બીજી બારીમાં એક પાદ પૂંજી સ્વયંવર વાવડીમાં ચાલીસ ડગલાં નીચે જઈ ત્યાં મધ્યબારીમાં સાતસો ડગલાં આગળ જઈએ ત્યારે એક કૂવો આવે. ત્યાં આગળ પણ શ્રેષ્ઠ હંસની જેમ ઉભા રહી મૂળનાયકને વંદન કરવા. ત્રીજી બારીના મૂલદ્વારમાં પ્રવેશ અંબાદેવીના આદેશથી થાય છે. અન્યથા નહિ. એ પ્રમાણે કંચનબલાનક માર્ગ છે. ત્યાં અંબાદેવીની આગળ વીસ હાથ જઈએ ત્યારે એક ગુફા આવે છે. ત્યાં અંબાદેવીના આદેશથી ત્રણ ઉપવાસ કરવા પૂર્વક શિલાને ઉઘાડવા દ્વારા વીસ હાથ આગળ જઈને, સાત સપુટ અને પાંચ પેટી તેની નીચે રસકૂપિકા છે. તે અમાવસે ઉઘડે છે. ત્યાં ત્રણ ઉપવાસ કરીને અંબાના આદેશથી પૂજા અને બલિવિધાન કરવા વડે રસને ગ્રહણ કરવો. ગિરનાર: ગ્રંથોની ગોદમાં ૯ Jain Education International For Personal & Private Use Only ૧૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118