Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 23
________________ સંવત-૧૩૮૯માં શ્રીજિનપ્રભસૂરિવિચિત શ્રી ઉજ્જયન્ત સ્તવ नामभि: श्रीरेवतकोज्जयन्ताद्यैः प्रथामितम् । श्रीनेमिपावितं स्तौमि गिरनारं गिरीश्वरम् ।। १ ।। શ્રી રેવતક - ઉજજયન્ત આદિ નામોથી પ્રસિદ્ધિ પામેલા અને નેમિનાથ ભગવાન વડે પાવન થયેલા ગિરિરાજ ગિરનારની હું સ્તુતિ કરીશ. / ૧ // स्थाने देश: सुराष्ट्राख्यां बिभर्ति भुवनेष्वसौ । यद्भूमिकामिनीभाले गिरिरेष विशेषकः ।। २ ॥ ત્રણભુવનમાં આ દેશ સુરાષ્ટ્રનામને ધારણ કરે છે. તે યોગ્ય જ છે. તેની ભૂમીરૂપી સ્ત્રીના ભાલમાં આ ગિરિતિલક રૂપે શોભે છે. . ૨ || श्रृंगारयन्ति खंगारदुर्ग श्रीऋषभादयः । श्रीपार्श्वस्तेजलपुरं भुषितैतदुपत्यकम् ।। ३ ।। તે ગિરિની તળેટીમાં શ્રી ઋષભાદિ જિનેશ્વરો (ના ચૈત્યો) ખંગાર દુર્ગને શણગારે છે અને પાશ્વનાથપ્રભુથી અલંકૃત તેજલપુર શોભે છે. / ૩ / योजनद्वयतुङगेऽस्य श्रृङगे जिनगृहावलिः । पुण्यराशिरिवाभाति शरच्चन्द्रांशुनिर्मला ।। ४ ।। એવા આ ગિરનારના બે યોજન ઊંચા શિખર ઉપર શરદઋતુના ચંદ્રના કિરણ જેવી નિર્મલ-ઉજજવલ જિનગૃહની પંકિત પુન્યરાશિની જેમ શોભે છે. | ૪ | सौवर्णदण्डकलशामलसारकशोभितम्। चारू चैत्यं चकास्त्यस्योपरि श्रीनेमिन: प्रभोः ।। ५ ।। આ પર્વતની ઉપર સોનાના ધ્વજ, દંડ, કળશ અને આમલશાલથી યુક્ત શ્રી નેમિનાથ ભગવાનનું સુંદર ચૈત્ય શોભી રહ્યું છે. પ ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118