________________
સંવત-૧૩૮૯માં શ્રીજિનપ્રભસૂરિવિચિત
શ્રી ઉજ્જયન્ત સ્તવ नामभि: श्रीरेवतकोज्जयन्ताद्यैः प्रथामितम् ।
श्रीनेमिपावितं स्तौमि गिरनारं गिरीश्वरम् ।। १ ।। શ્રી રેવતક - ઉજજયન્ત આદિ નામોથી પ્રસિદ્ધિ પામેલા અને નેમિનાથ ભગવાન વડે પાવન થયેલા ગિરિરાજ ગિરનારની હું સ્તુતિ કરીશ. / ૧ //
स्थाने देश: सुराष्ट्राख्यां बिभर्ति भुवनेष्वसौ ।
यद्भूमिकामिनीभाले गिरिरेष विशेषकः ।। २ ॥ ત્રણભુવનમાં આ દેશ સુરાષ્ટ્રનામને ધારણ કરે છે. તે યોગ્ય જ છે. તેની ભૂમીરૂપી સ્ત્રીના ભાલમાં આ ગિરિતિલક રૂપે શોભે છે. . ૨ ||
श्रृंगारयन्ति खंगारदुर्ग श्रीऋषभादयः ।
श्रीपार्श्वस्तेजलपुरं भुषितैतदुपत्यकम् ।। ३ ।। તે ગિરિની તળેટીમાં શ્રી ઋષભાદિ જિનેશ્વરો (ના ચૈત્યો) ખંગાર દુર્ગને શણગારે છે અને પાશ્વનાથપ્રભુથી અલંકૃત તેજલપુર શોભે છે. / ૩ /
योजनद्वयतुङगेऽस्य श्रृङगे जिनगृहावलिः ।
पुण्यराशिरिवाभाति शरच्चन्द्रांशुनिर्मला ।। ४ ।। એવા આ ગિરનારના બે યોજન ઊંચા શિખર ઉપર શરદઋતુના ચંદ્રના કિરણ જેવી નિર્મલ-ઉજજવલ જિનગૃહની પંકિત પુન્યરાશિની જેમ શોભે છે. | ૪ |
सौवर्णदण्डकलशामलसारकशोभितम्। चारू चैत्यं चकास्त्यस्योपरि श्रीनेमिन: प्रभोः ।। ५ ।। આ પર્વતની ઉપર સોનાના ધ્વજ, દંડ, કળશ અને આમલશાલથી યુક્ત શ્રી નેમિનાથ ભગવાનનું સુંદર ચૈત્ય શોભી રહ્યું છે. પ
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org