________________
તથા જીર્ણકુંડમાં ત્રણ ઉપવાસ કરીને સરલમાર્ગ વડે બલિપૂજા કરવા દ્વારા સિદ્ધિવિનાયક (સ્થાન પ્રાપ્ત થાય છે ત્યાં ઈચ્છિત કાર્યોની સિદ્ધિ થાય છે ત્યાં એક દિવસ રોકાવું. જો સિદ્ધિવિનાયક યક્ષ પ્રત્યક્ષ થાય તો, રાજીમતી ગુફામાં સો ડગલાં આગળ ગોદોહિકા આસન દ્વારા જઈને ત્યારે રસકૂપિકા, કૃષ્ણ ચિત્ર વેલડી, રામતીની રત્નમય પ્રતિમા, રૂપ્યમય અંબાદેવીની પ્રતિમા તથા અનેક પ્રકારની ઔષધિઓ રહેલી
ત્યાં આગળ છત્રશિલા, ઘંટશિલા, કોટિશિલા નામની ત્રણ શિલાઓ કહેલી છે. છત્રશિલાની વચ્ચે વચ્ચે કનક વેલડી છે. સહસ્સામ્રવન ની મધ્યે રત્નસુવર્ણમય ચોવીશ જિનેશ્વરની ગુફાઓ. લક્ષારામ માં ૨૪ જિનેશ્વરની બોતેર ગુફાઓ કહેલી છે.
કાલમેઘની આગળ સુવર્ણવાલુકા નદી પાસે ત્રણસો આઠ ડગલાં આગળ ઉપર દિશામાં જઈને ગિરિગુફામાં પ્રવેશ કરીને, સ્નાન કરીને ઉપવાસના પ્રયોગથી દ્વાર ઉઘડે
તેની મધ્યે પ્રથમ દ્વારમાં સોનાની ખાણ, બીજા દ્વારમાં રત્નની ખાણ, સંઘના કલ્યાણ માટે અંબાદેવી એ વિફર્યાં છે. ત્યાં કૃષ્ણનાં પાંચ ભંડારો છે. અન્ય ભંડાર દામોદર પાસે છે. અંજન શિલાનાં વીસ પુરુષ પ્રમાણ નીચેના ભાગમાં રત્ન સુવર્ણની ધૂલી – વાલુકા કહેવાઈ છે.
તેની પશ્ચિમ દિશામાં મંગલકદેવદાલી અને રસ સિદ્ધિ ત્યાં અદશ્ય પણે વિદ્યમાન છે. શ્રી વજસ્વામીએ સંઘનો ઉદ્ધાર કરવા માટે કહેલ છે.
શસ્યકડાહ નામનાં ધાન્ય વિશેષ વૃક્ષ વિશેષના મધ્યભાગને ગ્રહણ કરી અગ્રભાગમાં = કોટિબિંદુનો સંયોગ કરે છતે ઘંટશિલાચૂર્ણનાં સંયોગ કરવાથી અંજન સિદ્ધિ થાય
વિદ્યા પ્રાભૂત ઉદ્દેશાથી રૈવતકલ્પનો સંક્ષેપ સમાપ્ત થયો.
. હર
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org